For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર ચૂંટણી 2020: પીએમ મોદી અને રાહુલ ગાંધીની આજે બિહારમાં પહેલી રેલીઓ

બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં આજે એટલે કે 23 ઓક્ટોબરે મોટી રેલીઓનો દિવસ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં આજે એટલે કે 23 ઓક્ટોબરે મોટી રેલીઓનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે બિહારમાં પહેલી ચૂંટણી રેલીઓ છે. પીએમ મોદી આજે બિહારમાં ત્રણ ચૂંટણી રેલીઓ કરશે. વળી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બે રેલીઓ કરશે. પીએમ મોદી સાથે મંચ પર સીએમ નીતિશ કુમાર દેખાશે. રાહુલ ગાંધી સાથે મંચ પર મહાગઠબંધનના સીએમ ઉમેદવાર તેજસ્વી યાદવ હશે. બંને પક્ષોના લોકો કોરોનાના નિયમોનુ પૂરુ ધ્યાન રાખશે.

modi rahul

પીએમ મોદી શુક્રવારે ત્રણ જગ્યા રોહતાસ, ગયા અને ભાગલપુરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. અહીં નીતિશ કુમાર રોહતાસ અને ભાગલપુરમાં પીએમ મોદી સાથે દેખાશે. વળી, રાહુલ ગાંંધી પણ ભાગલપુર જિલ્લામાં કહલગાંવ અને નવાદાની હિસુઆ રેલી કરશે. આ દરમિયાન તેજસ્વી યાદવ તેમની સાથે હશે. બિહાર પ્રવાસ પહેલા પીએમ મોદી ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ, 'કાલો બિહારના પોતાના ભાઈઓ અને બહેનો વચ્ચે રહેવાનો મોકો મળશે. સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીઓને સંબોધિત કરીશ. આ દરમિયાન એનડીએના વિકાસના એજન્ડાને જનતા-જનાર્દન સામે રાખીશ અને તેમની પાસે પોતાના ગઠબંધન માટે આશીર્વાદ માંગીશ.'

પીએમ મોદીની પહેલી રેલી શુક્રવારે સવારે 9.30 વાગે થશે. જે રોહતાસના ડેહરીના સુઅરા સ્થિત બિયાડામાં થશે. વળી, બીજી રેલી સવારે 11.15 વાગે ગયાના ગાંધી મેદાનમાં થશે. ત્રીજી રેલી બપોરે 1.30 વાગે ભાગલપુરમાં છે. પીએમ મોદીની રેલીઓને જોતા કોરોના પ્રોટોકૉલનુ સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. રિપોર્ટ મુજબ પીએમ મોદી સાથે રેલીમાં મંચ શેર કરનાર નેતાઓ અને અધિકારીઓનો કોરોના ટેસ્ટ અનિવાર્ય છે. પ્રધાન સચિવના નિર્દેશ મુજબ રેલી સ્થળના વીવીઆઈપી એરિયામાં તૈનાત બધા પોલિસ અધિકારી અને કર્મચારી અને પીએમ સાથે મંચ શેર કરનાર લોકોની બે વાર તપાસ કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ પીએમ મોદીની સુરક્ષા કરનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપે એ જગ્યાઓનો કાર્યભાર સંભાળ્યો છે જ્યાં પ્રધાનમંત્રી પોતાના કાર્યક્રમ આયોજિત કરશે. ગયાના ગાંધી મેદાનમાં લગભગ 15,000 લોકો માટે પૂરતી સામાજિક વ્યવસ્થા સાથે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે ફેસ માસ્ક વિના રેલી મેદાનની અંદર કોઈને પણ જવાની અનુમતિ નહિ હોય. આયોજકોએ કહ્યુ કે કહલગાંવમાં રાહુલ ગાંધીની રેલીમાં ઉપસ્થિત લોકોન ફેસ માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવશે. બિહારમાં 28 ઓક્ટોબરે, 3 અને 7 નવેમ્બરે નવી સરકાર માટે ત્રણ તબક્કામાં મતદાન થશે અને પરિણામ 10 નવેમ્બરે ઘોષિત કરવામાં આવશે.

ભારત બાયોટેકની કોરોના વેક્સીનને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળીભારત બાયોટેકની કોરોના વેક્સીનને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી

English summary
Bihar elections 2020: PM Modi and Rahul Gandhi's first rallies in Bihar today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X