ક્યાં ગયા પૈસા? એટીએમ ખાલી, નોટબંધી જેવી હાલત

Posted By:
Subscribe to Oneindia News

દેશમાં ફરી એકવાર નોટબંધી જેવી હાલત જોવા મળી રહી છે. ઘણા રાજ્યોમાં કેશની તકલીફ જોવા મળી રહી છે. સૌથી વધુ સમસ્યા બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જોવા મળી રહી છે. સૌથી વધુ કેશ અંગે સંકટ બિહારમાં દેખાઈ રહ્યું છે. બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને યુપીના ઘણા રાજ્યોમાં એટીએમ ખાલી થઇ ગયા છે. એટીએમ બહાર NO CASH બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. લોકો કેશ માટે એટીએમ અને બેંકના ચક્કર કાપી રહ્યા છે. બેંક પણ લોકોને વધારે કેશ નથી આપી રહી જયારે લગ્ન સીઝન પણ ચાલી રહી છે. કોઈને ઘરે લગ્ન છે તો કોઈને હોસ્પિટલ માટે બિલ ભરવાનું છે. તેમ છતાં લોકોને કેશ માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

દેશમાં ફરી રોકડ રકમ માટે સંકટ

દેશમાં ફરી રોકડ રકમ માટે સંકટ

નોટબંધી પછી દેશમાં જે હાલત થયી હતી તે હાલત ફરી એકવાર જોવા મળી રહી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, યુપી અને બિહાર એવા રાજ્યો છે જ્યાં કેશ માટે તકલીફ થઇ રહી છે. એટીએમ બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે. બેંક પણ લોકોને વધારે કેશ નથી આપી રહ્યા. સૌથી વધારે પ્રભાવિત રાજ્ય બિહાર છે.

સીએમ શિવરાજે ષડયંત્ર નો આરોપ લગાવ્યો

સીએમ શિવરાજે ષડયંત્ર નો આરોપ લગાવ્યો

દેશમાં રોકડ રકમ માટે શરુ થયેલા સંકટ અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમને આખા સંકટને એક ષડયંત્ર ગણાવ્યું છે. ખુડૂતોની સભામાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે 2000 રૂપિયાની નોટ એક ષડયંત્ર હેઠળ ગાયબ કરવામાં આવી રહી છે.

સીએમ ઘ્વારા બેઠક બોલાવાઇ

સીએમ ઘ્વારા બેઠક બોલાવાઇ

રાજ્યમાં રોકડ રકમ માટે શરૂ થયેલા સંકટ અંગે સીએમ યોગી આદિત્યનાથે એક બેઠક બોલાવી. પ્રદેશમાં ઘણા એવા જિલ્લા છે જ્યાં કેશ માટે મુશ્કેલી આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી આ મામલે અરુણ જેટલીને પત્ર લખશે. લોકોનું કહેવું છે કે બેંક બ્રાન્ચમાં પણ પૈસા મળી રહ્યા નથી. બેંક વધુ કેશ આપવાની ના પાડી રહી છે.

શુ છે કેશ સંકટનું કારણ?

શુ છે કેશ સંકટનું કારણ?

બેંકર્સ નું માનવું છે કે બેંકમાં કેશ ડિપોઝીટ ફલૉ ખુબ જ ઓછો થઇ ગયો છે. લોકો બેંકમાં ખુબ જ ઓછા પૈસા જમા કરાવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી પણ કેશની ડિમાન્ડ પુરી નથી થઇ રહી. બેંક પોતે કેશ માટે ઝઝૂમી રહી છે એટલે એટીએમ માં પૈસા જમા કરાવી નથી રહી. બેંક જેટલી ડિમાન્ડ કરી રહી છે એટલું તેમને મળતું નથી. બેંક પાસેથી જેટલા પૈસા જઈ રહ્યા છે એટલા પૈસા પાછા નથી આવી રહ્યા. એટલા માટે બેંક પણ તેમના એટીએમ માં પૈસા નથી જમા કરાવી રહી.

English summary
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan on Monday claimed that Rs 2,000 notes were vanishing from the market, and alleged that there was a "conspiracy" behind it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.