બિહાર મિડ ડે મીલ ઘટનાની તપાસ SITને સોંપવામાં આવી
પટના, 23 જુલાઇ : બિહારના સારણ જિલ્લાના ધર્મસતી ગંડામન ગામના એક સરકારી વિદ્યાલયમાં મધ્યાહન ભોજન કરવાથી 23 બાળકોના મોતની ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT - સીટ)ની રચના કરવામાં આવી છે. સારણના પોલીસ અધિક્ષક સુજીત કુમારના નેતૃત્વમાં આ તપાસ દળમાં આઠ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસ મુખ્યાલયના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે સીટ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અપરાધિક તપાસ વિભાગ (સીઆઇડી)ના પોલીસ મહાનિર્દેશક વિનય કુમાર એસઆઇટીના કાર્યનું નિરીક્ષણ કરશે. જ્યારે વિશેષ કાર્ય દળને દોષિતોની ધરપકડ કરવામાં સહયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ કેસમાં ગામના નિવાસી અખિલાનંદ મિશ્રાએ મશરક પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. જેમાં મુખ્ય અધ્યાપિકા મીના દેવી અને અન્યોને આરોપી બનાવવામાં આવ્યા છે. ફરાર મીના દેવી સામે છપરાની અદાલતે ઘરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે.
-
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીએ ૧૫.૩૭ લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી






Click it and Unblock the Notifications
