Video: એક બૉયફ્રેન્ડ માટે પરસ્પર ઝઘડી 5 છોકરીઓ, લાફા, લાતો, ઘૂંસા, ઝપઝપીમાં કપડાં પણ ફાડી નાખ્યા
હાલમાં સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મેળામાં 5 છોકરીઓ અંદરોઅંદર મારામારી કરી રહી છે.
બિહારઃ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પ્રેમિકા સાથે પકડાઈ જતા પતિની ધોલાઈ થતા કે બે અલગ-અલગ છોકરીઓને એક સાથે ડેટ કરતા યુવકોની મારપીટના કિસ્સાઓ તો તમે બહુ સાંભળ્યા હશે. હાલમાં સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મેળામાં 5 છોકરીઓ અંદરોઅંદર મારામારી કરી રહી છે. જેનુ કારણ ઘણુ ચોંકાવનારુ છે.(વીડિયો નીચે)

ઘટના બિહારના પ્રસિદ્ધ હરિહર ક્ષેત્રના સોનપુર મેળાની છે જ્યાંથી છોકરીઓની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.એક બૉયફ્રેન્ડ માટે 5 છોકરીઓ વચ્ચે જોરદાર લડાઈ થઈ ગઈ. સોનપુરના મેળામાં છોકરીઓએ એકબીજાને જોરદાર લાફા, લાતો, ઘૂંસા માર્યા. છોકરીઓએ એકબીજાના કપડાં પણ ફાડી નાખ્યા.
મળતી માહિતી મુજબ યુવક સોનપુરનો મેળો જોવા માટે પોતાની સાથે એક યુવતીને લાવ્યો હતો, પરંતુ ત્યાં પહેલેથી હાજર 5 યુવતીઓએ તેને જોયો ત્યારે વાતાવરણ ખરાબ થઈ ગયુ. પછી પાંચેય છોકરીઓ ગુસ્સે થઈ ગઈ અને મેળાની અંદર મારામારી કરવા લાગી. ઝપાઝપી એવી ખતરનાક હતી હતી કે કપડાં પણ ફાટી ગયા હતા.
એક બૉયફ્રેન્ડને લઈને પાંચ યુવતીઓની ઉગ્ર લડાઈનો તેવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાંચ યુવતીઓ એકબીજાને મારી રહી છે. તેઓ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. જ્યારે બૉયફ્રેન્ડ એકબીજાને બચાવવામાં વ્યસ્ત છે. જોકે, વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ વનઇન્ડિયા કરતુ નથી.
एक बॉयफ्रेंड के लिए भिड़ गईं 5 लड़कियां , घटना बिहार सोनपुर मेला की है, देख रहे होना @tripathi2212 😂🤣 pic.twitter.com/cjY2n74Qfn
— Manoj Kumar 🕉️🇮🇳 (@manoj_begu) November 29, 2022












Click it and Unblock the Notifications
