એકતરફી પ્રેમમાં શિક્ષકે વિધાર્થીની પર ફેક્યું એસીડ

બિહારના સીતામઢીમાં એક શિક્ષકે પોતાની જ વિધાર્થીની પર એસીડ ફેક્યું. તે પણ એટલા માટે કે તે વિધાર્થીનીએ તેના પ્રેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. બદલાની ભાવના એટલી બધી આવી ગઈ કે ટીચર રાતના સમયે પરિસરમાં ઘુસી જઈને વિધાર્થીની પર એસીડ ફેકી દીધું.

એસીડ ફેકાયા બાદ તે વિધાર્થીની ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ છે અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિધાર્થીનીની સારવાર ચાલુ છે એસીડથી તેના ચહેરાથી લઈને પીઠને ભારે નુકસાન થયું છે. પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરતા આરોપી સત્યેન્દ્રની ધરપકડ કરી લિધી છે.

acid attack

આ આરોપી તે વિધાર્થીનીનો ટ્યુશન ટીચરહતો. ટ્યુશન કરાવતા આરોપીને તે વિધાર્થીની સાથે એકતરફો પ્રેમ થઇ ગયો. પ્રેમમાં સફળ ના થતા તેને તે માસુમ છોકરી પર એસીડ ફેકી તેનું જીવન બરબાદ કરી દીધું.

આમ તો કહેવાય છે કે શિક્ષણ વિદ્યાર્થીને જ્ઞાનનો માર્ગ બતાવે છે પણ જ્યારે શિક્ષક જ માર્ગ ભટકી જાય ત્યારે શું? નોંધનીય છે કે આ કોઇ પહેલો કિસ્સો નથી કે એકતરફી પ્રેમીઓએ છોકરીઓના જીવન સાથે આવી રમત રમી હોય. આવા કાયરો મોટી સંખ્યામાં આજે પણ જમાનત મેળવીને આઝાદ ફરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X