Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bihar Election 2025 Exit Poll : બિહારમાં નીતિશ સરકારની વાપસી? ત્રણ પોલ્સમાં બહુમતિ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મંગળવારે બીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે (6 નવેમ્બર) પૂર્ણ થઈ ચૂક્યું હતું. આ બંને તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા છે, જેમાં NDA અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

IANS મેટ્રિઝના એક્ઝિટ પોલના તારણો અનુસાર, NDA ગઠબંધનને 147-167 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 70-90 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષોના ખાતામાં 2-6 બેઠકો જઈ શકે છે. આ એક્ઝિટ પોલના પરિણામો NDAની સરકાર બનવાનો સંકેત આપે છે. IANS મેટ્રિઝ મુજબ, NDAને 48 ટકા, મહાગઠબંધનને 37 ટકા અને અન્યને 15 ટકા મત મળી શકે છે.

NDAમાં ભાજપને 65-73, JDUને 67-75 અને LJPને 7-9 બેઠકો મળવાનો અંદાજ છે. આ ઉપરાંત, જીતન રામ માંઝીની પાર્ટીને 4-5 અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને 1-2 બેઠકો મળી શકે છે. ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલ મુજબ, NDAને 130-138, મહાગઠબંધનને 100-108 અને અન્યને 3-5 બેઠકો મળવાનો અંદાજ છે.

આ સર્વે અનુસાર, ભાજપને 70-75, JDUને 52-57, LJP (રામવિલાસ)ને 14-19, HAMને 0-2 અને RLMને 2-3 બેઠકો મળી શકે છે. મહાગઠબંધનમાં RJDને 75-80, કોંગ્રેસને 17-23, ડાબેરી પક્ષોને 10-16 અને VIPને 7-9 બેઠકો મળવાની સંભાવના છે.

પોલસ્ટાર્ટના સર્વે મુજબ, NDAને 133-148, મહાગઠબંધનને 87-102 અને અન્યને 3-5 બેઠકો મળી શકે છે. આમાં ભાજપને 68-72, JDUને 55-60, LJP રામવિલાસને 9-12, HAMને 1-2 અને RLMને 0-2 બેઠકોનો અંદાજ છે. પોલસ્ટાર્ટ અનુસાર, NDAને 45 ટકા, મહાગઠબંધનને 40 ટકા અને અન્યને 15 ટકા મત મળી શકે છે.

ઓપિનિયન પોલના તારણો દર્શાવે છે કે RJDને 65-72, કોંગ્રેસને 9-13, VIPને 2-3 અને ડાબેરી પક્ષોને 11-14 બેઠકો મળી શકે છે. પોલ ડાયરીના અંદાજ મુજબ, NDAને 184-209 અને મહાગઠબંધનને 32-49 બેઠકો મળી શકે છે. આ સર્વેમાં ભાજપને 87-95, JDUને 81-89, LJP રામવિલાસને 12-16, HAMને 5-6 અને RLMને 4-5 બેઠકો મળી શકે છે.

પ્રજા પોલ દ્વારા NDAને 186, મહાગઠબંધનને 50 અને અન્યને 7 બેઠકો આપવામાં આવી છે. TIF રિસર્ચ મુજબ, બિહારમાં NDAને 145-163, મહાગઠબંધનને 76-95 અને અન્યને 3-6 બેઠકો મળવાનો અંદાજ છે. આ સર્વેમાં RJDને 61-73, કોંગ્રેસને 9-13 અને અન્યને 6-12 બેઠકો મળી શકે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક્ઝિટ પોલ્સ મુજબ, કુલ 243 બેઠકોમાંથી NDAને 147-167, મહાગઠબંધનને 70-90 અને અન્યને 2-6 બેઠકો મળવાનું અનુમાન છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X