Teka na bhave kharidi : રાહુલ ગાંધીએ વોટ ચોરીને લઈને હાઈડ્રોજન બોમ્બ ફોડ્યો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે ફરીથી વૉટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો અને દાવો કર્યો કે જે રીતે હરિયાણામાં મતોની હેરાફેરી થઈ, તેવી જ રીતે બિહારમાં પણ મતદાર યાદીમાંથી જાણી જોઈને લોકોના નામ કાઢવામાં આવી રહ્યા છે.
ગાંધીએ બિહારના જમુઈ જિલ્લાના ધરમપુર ગામ (ઇસ્લામનગર બ્લોક)ના પાંચ લોકોને મંચ પર બોલાવી તેમની આપવીતી લોકો સમક્ષ રજૂ કરી. બિહાર વિધાનસભા ચૂંટણી 2025નો પ્રથમ તબક્કો 6 નવેમ્બરે યોજાવાનો છે અને રાહુલ ગાંધીના આ આરોપ બાદ હવે ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.

રાહુલ ગાંધીએ દેશભરમાં મતદાર યાદીમાં ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો. હરિયાણાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે દર આઠ મતદારોમાંથી એક નકલી છે અને હરિયાણામાં લગભગ 25 લાખ મતોની ચોરી થઈ છે. તેમણે એક યુવતીનું ઉદાહરણ આપ્યું જેણે સીમા, સ્વીટી, અને સરસ્વતી જેવા અલગ-અલગ નામોથી 22 વખત મતદાન કર્યું હતું.
રાહુલ ગાંધીએ વચન આપ્યું કે બિહાર ચૂંટણી પછી પણ તેઓ આવી વૉટ ચોરીની ઘટનાઓનો પર્દાફાશ કરશે અને સાબિત કરશે કે લોકશાહી સાથે મોટો ચેડાં થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ મંચ પર જમુઈના ધરમપુર ગામના પાંચ લોકોને બોલાવ્યા. દિલીપ યાદવ, રવિ કુમાર, કયૂમ અન્સારી, સુનીતા દેવી અને બંટી કુમાર. દિવ્યાંગ દિલીપ યાદવે જણાવ્યું કે તેમનું અને તેમના આખા પરિવારનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું, કારણ કે તેઓ ગેરહાજર હતા. તેમણે પ્રશ્ન કર્યો કે તેઓ દિવ્યાંગ હોવા છતાં કેવી રીતે ગેરહાજર રહી શકે.
અન્ય એક નિવાસી રવિએ જણાવ્યું કે તેમના ગામમાં 187 લોકોના નામ કાપવામાં આવ્યા હતા અને 325 નવા મતદારો ઉમેરવામાં આવ્યા હતા, જેને તેમણે રાજકીય ષડયંત્ર ગણાવ્યું. સુનીતા દેવી અને બંટી કુમારના નામ પણ સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા હતા, જેમના નામ પણ આ વખતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે આ બધું વિરોધ પક્ષોના સમર્થકોને મતદાન કરતા રોકવા માટે એક યોજનાબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, વૉટ ચોરી એ લોકશાહી પર હુમલો છે. હું બિહારના લોકોને વચન આપું છું કે હું ચૂંટણી પછી પણ આ મુદ્દો ઉઠાવીશ અને દરેક એવા પરિવારની કહાણી કહીશ જેનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલે ચૂંટણી પંચ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જો કે, પંચ સતત દાવો કરતું રહ્યું છે કે મતદાર યાદીને પારદર્શક અને અદ્યતન રાખવા માટે તમામ જિલ્લાઓમાં ચકાસણી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.
બિહાર ચૂંટણી 2025 પહેલા રાહુલ ગાંધીએ વૉટ ચોરીનો મુદ્દો ઉઠાવીને ફરી એકવાર રાજકીય ચર્ચાને વેગ આપ્યો છે. જમુઈની આ ઘટના હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે, અને જોવું રહ્યું કે પંચ કે સત્તા પક્ષ આના પર શું પ્રતિક્રિયા આપે છે.












Click it and Unblock the Notifications
