For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bipin Rawat Helicopter crash Video : હેલિકોપ્ટર ક્રેશના બે વીડિયો, જાણો કયો સાચો અને કયો છે ફેક?

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. બિપિન આવતીકાલે (શુક્રવાર) દિલ્હીમાં છાવણી વિસ્તારમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે રાવતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Bipin Rawat Helicopter crash Video : દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. બિપિન આવતીકાલે (શુક્રવાર) દિલ્હીમાં છાવણી વિસ્તારમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે રાવતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા હતા, જેમાં તેમની પત્ની મધુલિકા રાવત પણ શામેલ હતા. દરમિયાન તમિલનાડુમાં દુર્ઘટના પહેલા બિપિન રાવતના હેલિકોપ્ટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેને સ્થાનિક લોકોએ રેકોર્ડ કર્યો છે.

આ અકસ્માતમાં CDS સહિત 13 લોકોના મોત થયા હતા

આ અકસ્માતમાં CDS સહિત 13 લોકોના મોત થયા હતા

બુધવાર, 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં IAF Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્નીમધુલિકા ઉપરાંત 12 અન્ય લોકો બોર્ડમાં હતા.

અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટનાસ્થળે હેલિકોપ્ટરના માત્ર બળેલા ભાગો જ મળી આવ્યા હતા, જ્યારે તેમાં સવારતમામ 13 લોકો મૃત્યુ પામ્યા હતા, માત્ર એક આર્મી જવાનને બચાવી શકાયો હતો.

3 સેકેન્ડ માટે જ દેખાયું હેલિકોપ્ટર

IAF એ અકસ્માતનું કારણ શોધવા માટે તપાસનો આદેશ આપ્યો છે, પરંતુ પ્રાથમિક તપાસમાં ખરાબ હવામાન અકસ્માતનું કારણ હોવાનું સૂચન કરે છે.

જે વીડિયોસામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે, થોડીક સેકન્ડ માટે બિપિન રાવતનું હેલિકોપ્ટર જંગલની ઉપર દેખાય છે, પછી આંખના પલકારામાં તે ફરી ધુમ્મસમાં ગાયબથઈ જાય છે. નીચે ઊભેલા એક સ્થાનિકે તેના ફોનમાં તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

જંગલની ઉપર છવાયેલી હતી ગાઢ ઝાકળ

પહાડી વિસ્તારમાં હેલિકોપ્ટરને એટલું નીચું ઉડતું જોઈને સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, ત્યારબાદ તેઓએ આ દ્રશ્ય પોતાના ફોનમાં રેકોર્ડ કર્યું હતું.

જેબાદ હેલિકોપ્ટરમાંથી કંઈ મળ્યું નથી. વીડિયો જોઈને ખબર પડે છે, કે જંગલમાં ઘણું ધુમ્મસ છે, જેના કારણે હેલિકોપ્ટરને ટેકઓફ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ધુમ્મસવધુ હોવાને કારણે પાયલોટ સુરક્ષિત ઉતરાણ સ્થળની શોધમાં હોય શકે છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે, હેલિકોપ્ટર ધુમ્મસમાં ગાયબ થયા બાદ એક પ્રચંડ ધડાકોથયો હતો.

આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો ફેક વીડિયો પણ વાયરલ

બિપિન રાવતના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ઘણા હેલિકોપ્ટર ક્રેશના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને કુન્નૂર દુર્ઘટના કહેવામાં આવી રહી છે. જો કે, આતમામ વીડિયો ફેક છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આગની જ્વાળાઓ જોવા મળી રહી છે.

ઘણા રાઈડર્સ એક બાદ એક પડતા જોવા મળેછે. ધ હિંદુના એક અહેવાલ મુજબ સુલુર એરબેઝથી ઉડાન ભરેલું IAF હેલિકોપ્ટર વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ તરફ જઈ રહ્યું હતું.

હેલિકોપ્ટરે જમીનપરથી ઉડાન ભરતાની સાથે જ આગ પકડી લીધી હતી અને તરત જ શોધ અને બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આમ વાયરલ વીડિયોનો હાલની ઘટના સાથેકોઈ સંબંધ નથી.

English summary
Bipin Rawat Helicopter crash Video : Two videos came in front, one is true and one is fake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X