કોરોના વાયરસની દહેશત વચ્ચે આ રાજ્યમાં બર્ડ ફ્લુએ મારી એન્ટ્રી, હાઇ એલર્ટ જારી કરવાની માંગ
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના ભય વચ્ચે કેરળમાં વધુ એક ખતરનાક રોગ ફેલાવા લાગ્યો છે. વહીવટીતંત્રે કેરળના કોઝિકોડમાં પશ્ચિમ કોડીયાથુર અને વાંગેરીમાં એક ચિકન ફાર્મ અને ખાનગી નર્સરીમાં બર્ડ ફ્લૂની પુષ્ટ
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના ભય વચ્ચે કેરળમાં વધુ એક ખતરનાક રોગ ફેલાવા લાગ્યો છે. વહીવટીતંત્રે કેરળના કોઝિકોડમાં પશ્ચિમ કોડીયાથુર અને વાંગેરીમાં એક ચિકન ફાર્મ અને ખાનગી નર્સરીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરી છે. આ જોતા શુક્રવારે કેરળના પશુપાલન વિભાગે તિરુવનંતપુરમમાં મંત્રી કે રાજુની હાજરીમાં એક તાકીદની બેઠક યોજી હતી, જે પછી રાજ્યમાં હાઇ એલર્ટ જારી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે વિભાગે લોકોને કહ્યું કે આથી ડરવાની જરૂર નથી, ચેપ આપણા નિયંત્રણમાં છે.

કોરોના પછી હવે બર્ડ ફ્લૂનીદસ્તક
નોંધપાત્ર વાત એ છે કે, ચીન પછી, ભારતમાં કોરોના વાયરસનોપહેલાથી જ લોકોમાં ભયછે. દરમિયાન, કેરળમાં બર્ડ ફ્લૂના સમાચારથી રાજ્યની જનતા ગભરાઇ છે. સવારની માહિતી મુજબ સત્તાધિકારીઓએ વહીવટીતંત્રને બર્ડ ફ્લૂને લઈને હાઈએલર્ટ જાહેર કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનિય છેકે 2016 પછી કેરળમાં બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ છે. આ ખતરનાક રોગનો ખુલાસો ત્યારે થયો જ્યારે આશરે 200 મરઘાઓની મોતની જાણ પ્રકાશમાં આવી.

ભોપાલ પ્રયોગશાળાએ પુષ્ટિ આપી
કેરળના પશુપાલન વિભાગના અધિકારી ડો. કે સિંધુએ જણાવ્યું હતું કે અમને મૃત મરઘીઓ વિશે ગુરુવારે જ માહિતી મળી છે, અમે તેમના નમૂનાઓ કન્નુર પ્રયોગશાળા અને ત્યારબાદ ભોપાલ પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે. અમે ચીફ સેક્રેટરીની દિશા મેળવવા માટે રાહ જોઈ રહ્યા છીએ. અહેવાલ મુજબ, અત્યાર સુધી માત્ર ભોપાલ પ્રયોગશાળાએ મરઘાઓમાં બર્ડ ફ્લૂ થવાની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક વહીવટી મંડળ હાઇ એલર્ટ પર છે અને એક વિશેષ નિષ્ણાત ટીમ અસરગ્રસ્ત ચિકન ફાર્મ અને આસપાસના વિસ્તારોની વિગતવાર તપાસ કરશે.

ભારતમાં કોરોના વાયરસના 31 કેસ
ચીનના વુહાન શહેરમાંથી ઉદ્ભવેલો જીવલેણ કોરોના વાયરસ અત્યાર સુધીમાં લગભગ 70 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ચીન પછી ઇટાલીની સૌથી ખરાબ સ્થિતિ છે, ત્યાં 150 થી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કેસમાં વધારો થયા બાદ ભારતમાં ભયનું વાતાવરણ છે. ભારત સરકારે અત્યાર સુધીમાં દેશમાં કુલ 31 કેસની પુષ્ટિ કરી છે, જ્યારે ઘણા શંકાસ્પદ દર્દીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભારત સરકાર આ મહામારીને લઈને એલર્ટ પર છે અને વિશ્વના તમામ દેશોમાંથી આવતા મુસાફરોને એરપોર્ટ પર સ્કિનિંગ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના (COVID-19)ના 95,265 કેસ નોંધાયા, 3281ના મોતઃ WHO












Click it and Unblock the Notifications
