For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bird Flu in 10 States: PM મોદીએ બર્ડ ફ્લુ માટે કર્યા એલર્ટ, હ્યુમન ટ્રાન્સમિશન માટે કહી આ વાત

રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના વિવિધ ભાગોમાં ફ્લુની વર્તમાન સ્થિતિને જોતા બધા રાજ્યોને આની રોકથામ માટે એલર્ટ આપી છે.

|
Google Oneindia Gujarati News

Bird Flu in 10 States Update News: કેન્દ્ર સરકારે કહ્યુ છે કે અત્યાર સુધી દેશના 10 રાજ્યોમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે આ અંગે બધા રાજ્યો કે જ્યાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ છે તેને નિર્દેશ આપ્યા છે. સોમવારે દેશના વિવિધ ભાગોમાં સેંકડો પક્ષીઓના મોત થઈ ગયા છે. આ દરમિયાન સરકારે કહ્યુ છે કે બર્ડ ફ્લુના હ્યુમન ટ્રાન્સમિશન વિશે હાલમાં કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટ નથી. એટલે કે પક્ષીઓથી માનવીમાં બર્ડ ફ્લુ ફેલાવાની સંભાવના નથી દેખાઈ રહી. સરકારે આને અટકાવવા માટે પ્રભાવિત રાજ્યોને કહ્યુ છે કે તે માંસ અને ઈંડાના વેચાણને પ્રતિબંધિત કરે અને પ્રવાસી પક્ષીઓ પર નજર રાખે.

bird flue

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ સોમવારે (11 જાન્યુઆરી)એ દેશના વિવિધ ભાગોમાં ફ્લુની વર્તમાન સ્થિતિને જોતા બધા રાજ્યોને આની રોકથામ માટે એલર્ટ આપી છે. પીએમ મોદીએ સ્થાનિક પ્રશાસનને જળાશયોની આસપાસ(water bodies), પ્રાણીસંગ્રહાલયો (zoos) અને મરઘાઉછેર કેન્દ્રો(poultry farms) પર નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે વન, સ્વાસ્થ્ય અને પશુપાલન વિભાગો વચ્ચે યોગ્ય સમન્વયના માધ્યમથી, 'આપણે જલ્દી આ પડકારોને પાર કરવામાં સક્ષમ થઈશુ.'

દિલ્લી, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રે સોમવારે બર્ડ ફ્લુના મામલાની પુષ્ટિ કરી છે. વળી, સાત રાજ્યો કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પહેલાથી જ બર્ડ ફ્લુ ફેલાઈ ચૂક્યો છે. પશુપાલન તેમજ ડેરી વિભાગે પણ એક નિવેદનમાં કહ્યુ છે કે 11 જાન્યુઆરી, 2021 સુધી દેશના 10 રાજ્યોમાં એવિયન ઈન્પ્લુએન્ઝાની પુષ્ટિ થઈ ચૂકી છે. અધિકારીઓએ કહ્યુ છે કે સંપૂર્ણપણે રાંધેલા ચિકનથી બર્ડ ફ્લુનુ કોઈ જોખમ નથી. તેમજ બાફેલા તેમજ પાકેલા ઈંડા ખાવાથી પણ બર્ડ ફ્લુના સંક્રમણનો કોઈ ડર નથી. સરકારના જણાવ્યા મુજબ બર્ડ ફ્લુનો વાયરસ ઉચ્ચ તાપમાનનો સામનો નથી કરી શકતો.

પ્રભાવિત રાજ્યોએ રાજ્યમાં મરઘા પાલન પર વ્યાપક રોક, જીવિત પક્ષીઓના બજારમાં આવવા પર પ્રતિબંધ અને ચિકન તેમજ સંબંધિત ખાદ્ય સામગ્રી પ્રતિબંધિત કરી દીધી છે. જો કે કેન્દ્ર સરકારે મંડીઓ અને પોલ્ટ્રી ઉત્પાદકોના વેચાણ પર રોક લગાવવાની મનાઈ કરી દીધી છે. કેન્દ્રએ રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે તે પૂરતા સંચાલન માટે પીપીઈ કિટ અને સહાયક સાધનોનો પૂરતો સ્ટૉક જાળવી રાખશે.

શાંતિપૂર્ણ સમાધાનની આશા પરંતુ કોઈ પણ સ્થિતિ માટે સેના તૈયારશાંતિપૂર્ણ સમાધાનની આશા પરંતુ કોઈ પણ સ્થિતિ માટે સેના તૈયાર

English summary
Bird Flu in 10 States: PM Modi asks officials to stay alert, know about Bird Flu Transmission to Humans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X