For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૈનિક બનીને દેશની સેવા કરવા ઈચ્છતા હતા મોદી પરંતુ આર્મી સ્કૂલમાં ન મળ્યો પ્રવેશ...

આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસ છે. દેશની સત્તા પર રાજ કરનાર પીએમ મોદીની દરેક વાત નિરાળી છે.

|
Google Oneindia Gujarati News

આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસ છે. દેશની સત્તા પર રાજ કરનાર પીએમ મોદીની દરેક વાત નિરાળી છે. મોદી વિશે બધાને ખબર છે કે તે સન્યાસી બનીને હિમાલય પર જતા રહ્યા હતા પરંતુ તમારામાંથી ઘણા ઓછા લોકોને ખબર હશે કે મોદીજી બાળપણમાં સૈનિક બનવા ઈચ્છતા હતા અને આ કારણે તે ઈચ્છતા હતા કે તેમનો પ્રવેશ આર્મી સ્કૂલમા થઈ જાય જેના માટે તેમણે ઘણો પ્રયાસ પણ કર્યો પરંતુ વાત પૈસા પર આવીને અટકી ગઈ કારણકે મોદીના પિતા પાસે એ વખતે ફી ભરવા માટે એટલા પૈસા નહોતા જેટલી સ્કૂલવાળા ઈચ્છતા હતા અને આના કારણે મોદીજીનુ સૈનિક બનવાનુ સપનુ અધૂરુ રહી ગયુ.

સ્વામી વિવેકાનંદની ઘણી અસર મોદી પર

સ્વામી વિવેકાનંદની ઘણી અસર મોદી પર

સમય વીતતો ગયો અને મોદીના સપના પણ મોટા થયા. નસીબે તેમના માટે કંઈક બીજુ જ લખ્યુ હતુ. તેમનુ અધ્યાત્મ તરફ વલણ ઝૂકવા લાગ્યુ. તે સ્વામી વિવેકાનંદને વાંચવા લાગ્યા અને તેનુ પરિણામ એ આવ્યુ કે આજે પીએમ મોદીના વ્યક્તિત્વમાં સ્વામી વિવેકાનંદના બતાવેલા સિદ્ધાંતોની અસર દેખાય છે.

મોદી પોતે બહુ સારા વક્તા અને કવિ છે...

મોદી પોતે બહુ સારા વક્તા અને કવિ છે...

મોદી બાળપણથી જ સાહિત્યમાં ઘણો રસ દાખવતા રહ્યા છે અને આના કારણે તેમના લેખન અને કવિતાઓ તરફ પણ તેમનુ ધ્યાન રહ્યુ છે. મોદી પોતે એક બહુ સારા વક્તા અને કવિ છે. તેમણે ગુજરાતી અને હિંદીમાં ઘણી કવિતાઓ લખી છે. એક પળ એવી પણ આવી હતી તેમના જીવનમાં જ્યારે તેમની ઈચ્છા અભિનય અને લેખન ક્ષેત્રમા ભાગ્ય અજમાવવાની હતી પરંતુ આવુ પણ પરિસ્થિતિના કારણે સંભવ બની શક્યુ નહિ.

આ પણ વાંચોઃ PM Narendra Modi Birth Special: પીએમ મોદી વિશે રોચક વાતોઆ પણ વાંચોઃ PM Narendra Modi Birth Special: પીએમ મોદી વિશે રોચક વાતો

આરએસએસે બદલી જિંદગી

આરએસએસે બદલી જિંદગી

ત્યારબાદ તેમણે આરએસએસ જોઈન કર્યુ જ્યાં તેમના વિચારો સંપૂર્ણપણે બદલાઈ ગયા અને તે સંપૂર્ણપણે દેશ અને દેશના રાજકારણ વિશે વિચારવા લાગ્યા. આનુ પરિણામ એ આવ્યુ કે આજ મોદી પીએમ હોવા સાથે સાથે દેશના લોકપ્રિય નેતા પણ છે.

પીએમ મોદીએ રચ્યો ઈતિહાસ

પીએમ મોદીએ રચ્યો ઈતિહાસ

પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં એક નવો ઈતિહાસ લખ્યો, પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ મોદી પૂર્ણ બહુમત સાથે સતત બીજી વાર સત્તાના શિખરે પહોંચનાર ત્રીજા પ્રધાનમંત્રી બન્યા, આ પહેલા તે ગુજરાતમાં ચાર વાર સીએમ પણ રહ્યા છે કે જે પણ પોતાના એક રેકોર્ડ છે.

English summary
birthday special narendra modi wanted to become a soldier read some unknown facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X