NDAને સમર્થનની અમારી કોઇ યોજના નથી: નવીન પટનાયક
નવી દિલ્હી, 14 મે: બીજૂ જનતા દળના અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમણે આગામી કેન્દ્ર સરકારને સમર્થન પર કોઇ ફેંસલો લીધો નથી. તેમણે પાર્ટી નેતા પ્રવાત ત્રિપાઠીના તે નિવેદનને નકારી કાઢ્યું જેમાં તેમણે એનડીએ સરકારને સશર્ત સમર્થનના સંકેત આપ્યા છે.
નવીન પટનાયકે કહ્યું 'મેં તમને જણાવી દિધું કે અમે આ અંગે કોઇ ફેંસલો કર્યો નથી. એનડીએના સમર્થનના મુદ્દે કોઇ ચર્ચા થઇ નથી.' આ પહેલાં બીજેડીના ચીફ વ્હિપ પ્રવાત ત્રિપાઠીએ એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું, 'દેશના જનમત અને રાજ્યના હિતને ધ્યાનમાં રાખતાં કેન્દ્રમાં એનડીએની સરકારને સશર્ત સમર્થન આપવામં કોઇ સમસ્યા નથી.' ઓડિશાના આ પ્રમુખ પક્ષની પાસે હાલ 14 સાંસદ છે અને આ વખતે તેને સારા પ્રદર્શનની આશા છે.
બીજેડી સાંસદ જય પાંડાએ કહ્યું કે નવીન પટનાયક ભાજપા અને કોંગ્રેસ સાથે અંતર બનાવી રાખવામાં અડિગ છે, જો કે પાર્ટીમાં આગામી સરકારને સમર્થનની માંગ ઉઠાવવામાં આવી રહી છે.

પુરીથી હાલના બીજેડી સાંસ પિનાકી મિશ્રાએ કહ્યું કે એનડીએને સ્પષ્ટ બહુમત નહી મળે અને એક્ઝિટ પોલ પહેલાં પણ ખોટા સાબિત થતા રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે બીજેડીને પ્રદેશમાં 16-17 અને ભાજપને એક સીટ મળશે. તેમણે કહ્યું, 'નવીન બાબૂ (પટનાયકે) કહ્યું છે કે અમે ભાજપ અને કોંગ્રેસ બંનેથી દૂર રહીશું. સમર્થન વિશે હું જાણતો નથી પરંતુ કેન્દ્ર સરકારના સહયોગની જરૂરિયાત તો પડશે.












Click it and Unblock the Notifications
