For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ, યૂપીમાં ભાજપ 13 સીટ પર આગળ

પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ, યૂપીમાં ભાજપ 13 સીટ પર આગળ

|
Google Oneindia Gujarati News

લખનઉઃ લોકસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. થોડા સમયમાં જ તસવીર સાફ થઈ જશે કે દેશમાં કોની સરકાર બનશે. હવે જોવાનું રહેશે કે ભાજપ 2014ની જેમ ચમત્કારી પ્રદર્શન કરી શકે છે કે નહિ. બીજી બાજુ એ પણ જોવાનું રહેશે કે અખિલેશના દાવા કેટલા સાચા સાબિત થશે કે ગઠબંધન દેશને નવા પીએમ આપશે.

મતગણતરી શરૂ

મતગણતરી શરૂ

યૂપીની 80 લોકસભા સીટ માટે ગુરુવારે સવારે 8 વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી માટે 77 કેનદ્ર બનાવવામાં આવ્યા છે, જેમાંથી 979 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થશે. જ્યારે ઉત્તર પ્રદેશના શરૂઆતી ટ્રેંડ્સમાં ભાજપને લીડ મળતી જોવા મળી રહી છે. વારાણસી સીટથી પીએમ મોદી અને લખનઉ સીટથી રાજનાથ સિંહ આગળ ચાલી રહ્યા છે. કૈરાના સીટથી ભાજપના પ્રદીપ ચૌધરી આગળ છે. જ્યારે મૈનપુરી સીટથી મુલાયમસિંહ યાદવ આગળ ચાલી રહ્યા છે.

2019 માટે સૌએ લગાવી તાકાત

2019 માટે સૌએ લગાવી તાકાત

2014માં થયેલ ભયંકર હાર બાદ પેટાચૂંટણીમાં એસપી-બીએસપી સાથે મળી ચૂંટણી લડી અને જીતી. જે બાદ બંને પાર્ટીઓએ લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કરી લીધું. આ ગઠબંધનમાં આરએલડી પણ સામેલ છે. અખિલેશ યાદવ, માયાવતી, અજીત સિંહ અને જયંત ચૌધરીએ સાથે મળી જનસભાઓ કરી અને વોટર્સને પોતાના પક્ષમાં કરવાની પ્રક્રિયા કરી.

ટ્રેન્ડમાં ભાજપ આગળ

ટ્રેન્ડમાં ભાજપ આગળ

બીજી તરફ ભાજપે પણ 73 પ્લસ સીટનો લક્ષ્ય નિર્ધારિત કર્યો. આ ટાર્ગેટ હાંસલ કરવા માટે ભાજપના કેટલાય સાંસદોની ટિકિટ કાપી નાખવામાં આવી અને કેટલાક સાંસદોની સીટ પણ બદલી નાખવામાં આવી. જે બાદ સીએમ યોગી આદિત્યનાથ, પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે યૂપીમાં તત જનસભાઓ કરી 2014ને પુનરાવર્તિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું.

પરિણામ પહેલા શશિ થરુરે કર્યુ ટ્વીટ, ‘જોઈએ આ D-Dayમાં શું થશે'પરિણામ પહેલા શશિ થરુરે કર્યુ ટ્વીટ, ‘જોઈએ આ D-Dayમાં શું થશે'

English summary
bjp ahead in the early trends in uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X