પ્રિયંકા ગાંધીને ભાજપે પૂછ્યા 6 તીખા સવાલ, કહ્યુ શું આ જ છે દેશભક્તિ?

ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થનાથ સિંહે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર તીખો હુમલો કર્યો છે.

ચૂંટણીના એલાન સાથે જ નેતાઓ વચ્ચે નિવેદબાજીનો દોર ચાલુ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થનાથ સિંહે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર તીખો હુમલો કર્યો છે. વાસ્તવમાં જે રીતે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જૈશના પ્રમુખ આતંકી મસૂદ અઝહરને જી કહીને સંબોધિત કર્યો હતો તે બાદ તે સતત ભાજપ નેતાઓના નિશાના પર છે. હવે આરોગ્ય મંત્રીએ પ્રિયંકા ગાંધીને છ સવાલ પૂછ્યા છે.

priyanka gandhi

સિદ્ધાર્થસિંહના 6 સવાલઃ

સિદ્ધાર્થનાથ સિંહે પ્રિયંકા ગાંધીને પૂછ્યુ છે કે શું આતંકીને જી લગાવીને સંબોધિત કરવુ દેશભક્તિની શ્રેણીમાં આવે છે કે નહિ.
શું વર્ષ 2016 સર્જીકલ સ્ટ્રાઈક પર કોંગ્રેસના નેતાઓ દ્વારા ભારતીય સેના પાસે પુરાવા માંગવા દેશભક્તિ છે કે નહિ.
શું પુલવામા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની સીમાઓમાં ઘૂસીને આતંકીઓની મોટી છાવણીઓ ધ્વસ્ત કરવી અને પછી કોંગ્રેસ દ્વારા પુરાવા માંગવા દેશભક્તિ છે કે નહિ.
શું 26/11 આતંકી હુમલા બાદ મનમોહન સિંહની સરકારે ભારતીય સેનાને પાકિસ્તાન પર કોઈ કાર્યવાહી કરવાની મંજૂરી ન આપવી દેશભક્તિની નીતિ હેઠળ આવે છે કે નહિ.
જે લોકો ભારત તેરા ટુકડા થશે, ઈંશા અલ્લાહ, ઈંશા અલ્લાહ કહેનારા સાથે તેમના સમર્થનમાં ઉભા રહેવુ શું દેશભક્તિની શ્રેણીમાં આવે છે કે નહિ.
ઉચ્ચ રાજકીય પદો પર બેસેલા લોકોના પરિવાર દ્વારા સામાન્ય જનતાની કમાણીને લૂંટવી દેશભક્તિની શ્રેણીમાં આવે છે કે નહિ.

આશા છે કે સવાલોના જવાબ આપશો

સિદ્ધાર્થ સિંહે ટ્વીટર પર એક ટ્વીટ દ્વારા આ સવાલ પ્રિયંકા ગાંધીને પૂછ્યો છે. તેમણે લખ્યુ છે કે અમે આશા કરીએ કે શ્રીમતી પ્રિયંકા વાડ્રાએ જે દેશભક્તિને પરિભાષિત કરવાનો પ્રયાસ કર્યો છે, યોગ્ય મતથી. તેનો યોગ્ય નિર્ણય લેવા માટે ઉપર પૂછેલા પ્રશ્નોના જવાબ દેશની જનતાને જલ્દી મળશે.

પ્રિયંકા ગાંધીએ આપ્યુ હતુ ભાષણ

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન પહેલી વાર પ્રિયંકા ગાંધીએ કોઈ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકાર પર તીખો હુમલો કર્યો હતો. તેમણે રોજગાર અને 15 લાખ રૂપિયા આપવા અંગે ભાજપ પર સવાલ ઉભો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જાગૃત રહેવુ દેશ માટે મહત્વનુ છે. પ્રિયંકા ગાંધીના ભાષણ બાદ તે સતત સમાચારોમાં છવાયેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X