For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની રાહ પર રાજનાથ, કુશ્તિ બચાવવા પીએમને લખ્યો પત્ર

|
Google Oneindia Gujarati News

rajnath-singh
નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં કુશ્તિ બચાવવા માટે અવાજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અવાજ ઉઠાવ્યા બાદ આ યાદીમાં અન્ય એક ભાજપી નેતાનું નામ જણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ભારતની પ્રાચીન રમત કુશ્તિને બચાવવા માટે પ્રધાનમંત્રી મનમોહન સિંહને પત્ર લખ્યો છે.

રાજનાથ સિંહે કહ્યું છે કે કુશ્તિને ઓલમ્પિક ગેમ્સમાં પરત લાવવા માટે તમામે મળીને પ્રયાસ કરવા પડશે. આ પહેલા કુશ્તિ સંઘના મહાસચિવ રાજ સિંહની આગેવાનીમાં ભારતીય કુશ્તિ મહાસંઘને એક પ્રતિનિધમંડળને આજે રાજનાથ સિંહને માહિતગાર કર્યા અને આ ખેલને બચાવવા માટે દખલગીરી કરવા અનુરોધ કર્યો.

રાજનાથ સિંહે કહ્યું કે આ કોઇ રાજકીય મામલો નથી. તેમણે કહ્યું કે, કુશ્તિ આપણી પ્રાચીન રમત છે. આ આખો મામલો દેશની આબરુ સાથે જોડાયેલો છે. હવે જો કુશ્તિને ઓલિમ્પિકથી બહાર કરવામાં આવ્યા બાદ ભારતને ઘણું નુક્સાન થશે. તેને બચાવવા તમામે મળીને પ્રયત્ન કરવો પડશે. આ તકે સતત બે વાર ઓલમ્પિક મેડલ જીતનાર સુશીલ કુમાર અને લંડન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા યોગેશ્વર દત્તે ગુરુ મહાબલી સતપાલ પણ ઉપસ્થિત હતા.

ઇન્ડિયન ગ્રાંપી કુશ્તિ પ્રતિયોગિતાના અધ્યક્ષ અશોક અગ્રવાલે કહ્યુ કે ઓલિમ્પિકમાંથી કુશ્તિને બહાર થતી અટકાવવાના હરસંભવ પ્રયાસ કરવામાં આવશે. અગ્રવાલે કહ્યું કે જો ઓલિમ્પિક ગેમ્સમાં કુશ્તિને હટાવવામાં આવશે તો દેશમાં કુશ્તિ બરબાદ થઇ જશે. તેમણે કહ્યું કે ભારતે આ ખેલમાં મેડલ જીતવાની શરૂઆત કરી છે અને અમે ગ્રાંપી પ્રતિયોગિતાની મેજબાનીનો ભાર એટલા માટે ઉઠાવ્યો છે કે આ પ્રતિયોગિતા થકી દેશના યુવા પહેલવાનોએ ઓલમ્પિક ખેલોમાં જતા પહેલા આંતરરાષ્ટ્રીય પહેલવાનો સાથે બાથ ભીડવાની તક મળી શકે. આ અવસર આંતરરાષ્ટ્રીય પહેલવાન જગદીશ કાલીરમન પણ ઉપસ્થિત હતા.

English summary
BJP termed the dropping of wrestling as a sporting event in the 2020 Olympics as an "international conspiracy" and urged the Indian government to intervene in the interest of "national pride".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X