સાધ્વી પ્રજ્ઞાનું વિવાદસ્પદ નિવેદન, નાથુરામ ગોડસેને ગણાવ્યા ‘દેશભક્ત'
મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે એક વાર ફરીથી વિવાદિત નિવેદન આપીને રાજકીય ભૂકંપ ઉભો કરી દીધો છે.
મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે એક વાર ફરીથી વિવાદિત નિવેદન આપીને રાજકીય ભૂકંપ ઉભો કરી દીધો છે. સાધ્વી પ્રજ્ઞાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. સાધ્વી પ્રજ્ઞાએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહીશે. પ્રજ્ઞાનું આ નિવેદન કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસેને પહેલા 'હિંદુ આતંકવાદી' ગણાવનાર નિવેદન આવ્યુ છે. તેમના આ નિવેદનની વિપક્ષી દળોએ ટીકા કરી છે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પત્રકારે સવાલ કર્યો કે કમલ હાસને નાથુરામ ગોડસેને હિંદુ આતંકવાદી ગણાવ્યા હતા આ વિશે તે કહેવા ઈચ્છે છે. આ સવાલના જવાબમાં પ્રજ્ઞાએ કહ્યુ, 'નાથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. તેમને હિંદુ આતંકવાદી ગણાવનાર પોતાનામાં પહેલા ઝાંકીને જુએ. અત્યારની ચૂંટણીમાં એવા લોકોને જવાબ આપી દેવામાં આવશે.'
તમને જણાવી દઈએ કે મક્કલ નીધિ મૈયમ અધ્યક્ષ કમલ હાસને હાલમાં જ તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરીને કહ્યુ કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી એક હિંદુ હતો. તેમણે કહ્યુ હતુ કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી એક હિંદુ હતો અને તેનુ નામ નાથુરામ ગોડસે હતુ. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણકે અહીં ઘણા બધા મુસ્લિમ હાજર છે. હું મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ઉભો રહીને આ કહી રહ્યો છુ.
#WATCH BJP Bhopal Lok Sabha Candidate Pragya Singh Thakur says 'Nathuram Godse was a 'deshbhakt', is a 'deshbhakt' and will remain a 'deshbhakt'. People calling him a terrorist should instead look within, such people will be given a befitting reply in these elections pic.twitter.com/4swldCCaHK
— ANI (@ANI) 16 May 2019
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
