For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌતમ ગંભીર પૂર્વ તો મીનાક્ષી લેખી નવી દિલ્હીથી ભાજપા ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીએ સોમવારે સાંજે દિલ્હીની બે લોકસભા સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ સોમવારે સાંજે દિલ્હીની બે લોકસભા સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે પૂર્વ દિલ્હીથી ક્રિકેટર ગૌતમ ગંભીરને મેદાનમાં ઉતાર્યો છે, જયારે નવી દિલ્હીથી મીનાક્ષી લેખીને ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરે હાલમાં જ ભાજપ જોઈન કર્યું છે. ત્યારપછી હવે તેમને ટિકિટ પણ મળી ચુકી છે.

Gautam Gambhir

મીનાક્ષી લેખી હાલમાં નવી દિલ્હીથી સાંસદ પણ છે. તેવી સ્થિતિમાં પાર્ટીએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યકત કરીને તેમને ટિકિટ આપી છે. પૂર્વ દિલ્હીની સીટ પર ગૌતમ ગંભીરનો મુકાબલો કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી સાથે થશે જયારે આમ આદમી પાર્ટીએ આતિશી મલિનને અહીંથી ટિકિટ આપી છે. ભાજપ દિલ્હીની 6 સીટો માટે નામની જાહેરાત કરી ચુકી છે.

આ પહેલા રવિવારે ભાજપે દિલ્હીની 4 લોકસભા સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારીને ભાજપના ઉમેદવાર બનાવ્યા છે. જયારે વેસ્ટ દિલ્હીથી પ્રવેશ વર્મા, સાઉથ દિલ્હીથી રમેશ બિધુડી અને ચાંદની ચોકથી ડોક્ટર હર્ષવર્ધનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રવિવારે ભાજપ ઘ્વારા જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં દિલ્હી સહીત ઇન્દોર, અમૃતસર અને ઉત્તરપ્રદેશની સીટો પર પણ ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે. ઈન્દોરથી ભાજપે શંકર લાલવાણીને ટિકિટ આપી છે, જયારે અમૃતસરથી હરદીપ પુરી અને ઉત્તરપ્રદેશની ઘોષી સીટથી હરિનારાયણ રાજભારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: દિલ્હી માટે કોંગ્રેસે જાહેર કરી યાદી, શીલા દીક્ષિતને આ સીટ પરથી ટિકિટ

English summary
BJP candidates list for Delhi, Gautam Gambhir from East Delhi and Meenakashi Lekhi from New Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X