અમિત શાહ બોલ્યા, સર્જીકલ સ્ટ્રાઇકનો દાવો અમે નહિ સેનાએ કર્યો છે

Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સર્જીકલ સ્ટ્રાઇક પર અમુક રાજકીય પક્ષોના સવાલો ઉઠાવવા પર નિશાન સાધ્યુ છે. તેમણે જણાવ્યું કે અમે આ મુદ્દે રાજનીતિ નહિ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અમુક પક્ષો આ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે, જે બહુ જ ખોટુ છે. જવાનોનું અપમાન છે. શહીદોનું અપમાન છે.

amit shah

રાહુલ ગાંધી પર ભાજપ પ્રમુખ અમિત શાહનો મોટો હુમલો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે અમે આ મુદ્દે રાજનીતિ કરવા નથી માંગતા. પરંતુ અમુક પક્ષો જે રીતે સર્જીકલ સ્ટ્રાઇકને શંકાની નજરે જોઇ રહ્યા છે તે ખોટુ છે. રાજકીય પક્ષોને આનાથી દૂર રહેવાની સલાહ અમિત શાહે આપી હતી.
અમિત શાહે કહ્યું કે આની શરુઆત આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કરી હતી. તેમણે જણાવ્યું કે આ મુદ્દે કેજરીવાલના નિવેદન બાદ પાકિસ્તાનમાં તેઓ ટ્વીટર ટ્રેંડ પર ઉપર આવી ગયા છે.
અમિત શાહે રાહુલ ગાંધીના એ નિવેદન પર પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષને ઘેર્યા જેમાં તેમણે કહ્યું હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાનોના લોહીની દલાલી કરી રહ્યા છે.

રાહુલ ગાંધીનુ નિવેદન જવાનોનું અપમાન છે: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીનું આ નિવેદન જવાનોનું અપમાન છે. જવાનોનું લોહી અનમોલ છે. રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસ પક્ષની માનસિકતા છતી કરે છે.

રાહુલ ગાંધી પર નિશાનો સાધતા અમિત શાહે કહ્યું કે દલાલી શબ્દ કોંગ્રેસ સુધી જ સીમિત છે. હાલમાં જ્યારે દેશ પર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે, સેનાના જવાન આતંકવાદીઓ અને દુશ્મનો સાથે લડી રહ્યા છે. ત્યારે આ નિવેદન તેમના મનોબળને નિર્બળ કરનારુ છે.

શાહ બોલ્યા, દલાલી ચીજવસ્તુઓની થાય

અમિત શાહે કહ્યું કે આખો દેશ, દેશની સરકાર અને ભારતીય જનતા પાર્ટી જવાનો પર પૂરો ભરોસો કરે છે. તેમની બુલેટ પર ભરોસો કરે છે. દેશના જવાનોનું કોઇ અપમાન ન કરી શકે.

નરેન્દ્ર મોદી સરકાર સેનાની સાથે અને તેમના માટે હરહંમેશ તૈયાર છે. સેનાના કામ પર રાજનીતિ ન કરવી જોઇએ. અમિત શાહે આ દરમિયાન મીડિયાના સહયોગ માટે પણ અભિનંદન આપ્યા.

English summary
bjp chief Amit shah targets rahul gandhi on his statement on pm modi.
Please Wait while comments are loading...