તો અમિત શાહ અપાવશે કાશ્મીરને હિન્દુ મુખ્યમંત્રી
નવી દિલ્હી, 23 ઑગસ્ટઃ ભાજપમાં જમ્મુ કાશ્મીરની સરકાર બનાવવા માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની કવાયદ શરૂ કરી દીધી છે. તેમનો સોમવારનો કઠુઆ જિલ્લાનો પ્રવાસ પાર્ટીના મિશન 44ને ગતિ આપશે. તેમની યાત્રાના કારણે પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. પ્રદેશ ભાજપ દ્વારા સૂત્રો લગાવવામાં આવી રહ્યાં છેકે, ‘દિલ્હી હોગી હમારી, અબ કાશ્મીર કી બારી'.

હરિઓમનું માનવું છેકે, અમિત શાહના કઠૂઆ પ્રવાસથી પ્રદેશને કુશાસન, ભ્રષ્ટાચારથી મુક્ત કરવાના ભાજપના અભિયાનને બળ મળશે. જાણકારોનું કહેવું છેકે, કેન્દ્રમાં બદલાવ બાદ જમ્મુ-કાશ્મીરમાં પણ બદલાવની હવા જોવા મળી રહી છે.
અમિત શાહે પાર્ટીને યુપીમાં શાનદાર સફળતા અપવી, હવે તે જમ્મુ કાશ્મીરમાં બદલાવમાં પણ પ્રમુખ ભૂમિકા અદા કરવાના છે. તેમના આવવાથી કાર્યકર્તાઓનો હોંસલો વધશે. જોકે અમિત શાહના આગામી રાજ્ય પ્રવાસને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગંભીરતાથી લઇ રહ્યાં નથી. તેમણે સ્થાનિક મીડિયાને કહ્યું કે, અમિત શાહથી ભાજપને ચૂંટણીમાં કોઇ લાભ થવાનો નથી. તેમની યાત્રા અને પ્રયત્નોથી ભાજપનું મિશન 44+ પૂરું નહીં થાય.












Click it and Unblock the Notifications
