ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે ફોન પર સિદ્ધુની નારાજગી પૂછી

વાસ્તવમાં છેલ્લી 3 ટર્મથી ભાજપમાં અમૃતસર સંસદીય બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહેલા નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કોરે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સિદ્ધુ પાર્ટીમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. નવજોત કૌરે એક સમાચાર એજન્સીને એમ પણ જણાવ્યું હતું કે "મારા પતિ અમૃતસરથી ચૂંટણી નહીં લડે. આ સંદર્ભમાં તેમણે ઘણા સમય પહેલા જ નિર્ણય કરી લીધો હતો. ભાજપે અગાઉ તેમની અને તેમની સ્થાનિક ટીમની અવગણના કરી હતી. આ ટીમ છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી આ સંસદીય મત વિસ્તારમાં કામ કરી રહી છે."
આ પહેલા ગુરુવારે કૌરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર એમ લખીને વિવાદ ઉભો કર્યો હતો કે તેમના પતિ (નવજોતસિંહ સિદ્ધુ) એવું અનુભવી રહ્યા છે કે તેમને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. પાર્ટીમાં સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે. અમૃતસર પૂર્વના ભાજપા સાંસદ નવજોત કૌરે જણાવ્યું કે ગઇકાલે હું દિલ્હીમાં સિદ્ધુની સાથે જ હતી. મેં તેમને એ પણ જણાવ્યું હતું કે ફેસબુક પર મેં શું લખ્યું છે. આ સાંભળીને તેમણે જણાવ્યું કે તેમને હવે રાજકારણ પસંદ નથી. કારણ કે તેમને તેમની જ પાર્ટીના નેતાઓ તરફથી યોગ્ય સન્માન મળી રહ્યું નથી. મારા પતિએ મને જણાવ્યું કે તેઓ હવે રાજકારણમાં પોતાનું મગજ દોડાવવા માંગતા નથી.












Click it and Unblock the Notifications
