For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકી સાથે દુષ્કર્મ અને 2જી થકી સંસદમાં સરકારને ભીંસમાં લેશે વિપક્ષ

|
Google Oneindia Gujarati News

parliament
નવી દિલ્હી, 22 એપ્રિલ: સંસદના આજથી શરૂ થઇ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ, મહિલાઓની સુરક્ષા અને દિલ્હી પોલીસના વલણ સહિત અન્ય મુદ્દાઓ સાથે સરકારને બાનમાં લેવાની તૈયારીમાં હતી. અને વિપક્ષે એવું કર્યું ખરા સત્ર શરૂ થયાની સાથે જ વિપક્ષી નેતાઓ અધ્યક્ષની પાસે આવીને નારા લગાવવા લાગ્યા કે 'ગુડીયાની સાથે દુષ્કર્મ કરનારાઓને આપો ફાંસી'. જેના પગલે મીરા કુમારે સંસદને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

બીજેપી અને વામદળો સહિત બધા જ વિપક્ષી દળોને દિલ્હીમાં એક 5 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને આરોપીયોને સખત સજા આપવાની માંગ કરી છે. વિપક્ષી દળોની નારાજગી દિલ્હી પોલીસના રેઢિયાળ વલણને લઇને પણ છે. ઘણા નેતાઓનું માનવું છે કે જો પોલીસે રહેતા કાર્યવાહી કરી હોત તો બાળકીની આવી હાલત ના થતી. આ ઉપરાંત આ સત્રમાં વિપક્ષી દળ કોલસા ઘોટળા અને 2જી પર પણ સરકારને ભીંસમાં લેવાની તૈયારી બનાવી છે.

આની સાથે જ દિલ્હીમાં 9 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને નાણામંત્રી અમિત મિત્રાની સાથે થયેલા દૂર્વ્યવહારના વિરોધમાં ટીમએમસી આજે સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે.

પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, પાર્ટીના તમામ સાંસદ સંસદ પરિસરમાં લાગેલી મહાત્મા ગાંધીની મૂર્તિની નીચે એકઠા થઇને આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવશે. યોજના પંચના ઉપાધ્યક્ષને મળવા આવેલા અમિત મિત્રાની સાથે એસએફઆઇના કેટલાક કાર્યકર્તાઓએ દૂર્વ્યવહાર કર્યો હતો. આ મામલામાં કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે.

English summary
BJP to corner government in Parliament on JPC and Delhi girl rape.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X