For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pathaan Controversy: 'મોંઘવારી અને બેરોજગારીથી ધ્યાન હટાવવા માટે ભાજપ પઠાન પર કરી રહ્યુ છે વિવાદ'

કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે મોંઘવારી અને બેરોજગારી જેવા મહત્વના મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે ભાજપ પઠાન વિવાદ કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Congress On Pathaan Controversy: શાહરુખ ખાનની પઠાન ફિલ્મ હાલમાં તેના બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણના ભગવા રંગની બિકિનીના કારણે વિવાદમાં ફસાઈ છે. જેને લઈને ભાજપ પર નિશાન સાધી રાજસ્થાન કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે દાવો કર્યો કે કેન્દ્રની સત્તાધારી પાર્ટી મોંઘવારી અને બેરોજગારી જેવા વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારા ફિલ્મ પઠાન માટે ખાલીખોટો વિવાદ ઉભો કરી રહી છે.

pathaan

રાજસ્થાન કોંગ્રેસના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, 'ભાજપ સરકાર પઠાન ફિલ્મ સાથે સંબંધિત અપ્રાસંગિક મુદ્દાઓ ઉઠાવીને બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.' ખાચરિયાવાસના સત્તાવાર નિવાસસ્થાને આયોજિત પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે આ વાત કહી.

રાજસ્થાનના કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ પ્રતાપ સિંહ ખાચરિયાવાસે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ, 'અશોક ગેહલોત સરકારના ચાર વર્ષની સરખામણી કેન્દ્રમાં મોદી શાસનના આઠ વર્ષ સાથે કરવી જોઈએ. ગેહલોત સરકારે મોંઘવારી અને બેરોજગારીને અંકુશમાં લેવામાં મોદી સરકાર કરતા 100 ગણુ સારુ પ્રદર્શન કર્યુ છે. તમને જણાવી દઈએ કે જ્યારથી ફિલ્મ પઠાણનુ પહેલુ ગીત 'બેશરમ રંગ' સોશિયલ મીડિયા પર રિલીઝ થયુ છે ત્યારથી ઘણા મંત્રીઓએ ગીતમાં વાંધાજનક દ્રશ્યો સામે અવાજ ઉઠાવ્યો છે. દેશના હિંદુ સંગઠનને દીપિકા પાદુકોણે એક ગીતમાં કેસરી બિકીની પહેરી હોવાને લઈને સમસ્યા છે.

મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો હતો. નરોત્તમ મિશ્રાએ કહ્યુ હતુ કે આ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી અને ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ અલ્ટીમેટમ આપ્યુ છે. મિશ્રાએ માંગ કરી છે કે ફિલ્મના નિર્માતાઓ કાં તો 'બેશરમ રંગ' ગીતમાંથી 'વાંધાજનક' દ્રશ્યો દૂર કરે અથવા મધ્યપ્રદેશમાં કાયદાનો સામનો કરે. નરોત્તમ મિશ્રાએ કહ્યુ કે તે ગીતમાં દીપિકાના 'કેસરી' આઉટફિટથી નારાજ છે. રસપ્રદ વાત એ છે કે મંત્રી સાથે આ મુદ્દે સામેલ થનારા કોંગ્રેસ ધારાસભ્ય અને વિપક્ષના નેતા ડૉ. ગોવિંદ સિંહે કહ્યુ કે ગીતમાં મહિલાને લઈને ઘણી અશ્લીલતા બતાવવામાં આવી છે.

એમપીના મંત્રી દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ તરત જ ઇન્દોરમાં શાહરૂખ ખાનનુ પૂતળુ બાળવામાં આવ્યુ હતુ. જે બાદ ઉત્તર પ્રદેશના આગ્રા અને મેરઠમાં પણ ફિલ્મને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. આગ્રાના એક હિન્દુ સંગઠને ધમકી આપી છે કે જો ફિલ્મ સિનેમા હોલમાં રિલીઝ થશે તો આખુ થિયેટર સળગાવી દેશે. તમને જણાવી દઈએ કે 'બેશરમ રંગ' ગીત રિલીઝ થયાના બે-ત્રણ દિવસમાં જ #BoycottPathaan ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યુ. આ ટ્રેન્ડ સાથે ઘણા લોકોએ ફિલ્મને પશ્ચિમી સંસ્કૃતિ પર આધારિત ગણાવી હતી, તો ઘણા લોકોએ ગીતમાં દીપિકાના કેસરી રંગના કપડા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 'બેશરમ રંગ' ગીત હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલુ છે. શિલ્પા રાવે આ ગીત ગાયુ છે. આ ગીત તેના રિલીઝના દિવસોમાં યુટ્યુબ પર 30 મિલિયન વ્યૂને વટાવી ગયુ છે. પઠાન ફિલ્મ જાન્યુઆરી 2023માં રિલીઝ થશે.

English summary
BJP creating Pathaan row to divert unemployment and inflation issues says congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X