‘તમારાથી નહિ થાય', પીએમ મોદીની પ્રેસ કોન્ફરન્સના સમાચારો પર કોંગ્રેસનો કટાક્ષ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટથી નામાંકન કરવા પહોંચી ચૂક્યા છે. પહેલા સમાચાર આવ્યા હતા કે તે ત્યાં પત્રકાર પરિષદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટથી નામાંકન કરવા પહોંચી ચૂક્યા છે. પહેલા સમાચાર આવ્યા હતા કે તે ત્યાં પત્રકાર પરિષદ કરશે. આ સમાચારની પુષ્ટિ ન થતાં છેવટે પ્રેસ કોન્ફરન્સ ન થવાના સમાચાર આવ્યા. એવામાં કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદી દ્વારા ક્યારેય પણ પ્રેસ કોન્ફરન્સ ન કરવા બદલ હંમેશા હુમલાવર રહેલી કોંગ્રેસે એક ટ્વીટ દ્વારા તેમના પર કટાક્ષ કર્યો છે.

‘તમારાથી નહિ થાય'

કોંગ્રેસે ટાઈમ્સ નાઉના એક ટ્વીટને રીટ્વીટ કર્યુ જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે ભાજપે 26 એપ્રિલના રોજ વારાણસીમાં પીએમ મોદીની પ્રેસ કોન્ફરન્સ ન હોવાની વાત કહી છે. આ રિટ્વીટ સાથે કોંગ્રેસે લખ્યુ છે કે તમારાથી નહિ થાય #FekuModi. કોંગ્રેસ આ ટ્વીટ દ્વારા સીધુ કહેવા ઈચ્છે છે કે પીએમ નરેન્દ્ર મોદી ક્યારેય પણ પ્રેસ કોન્ફરન્સનો સામનો નહિ કરી શકે.

પીએમે નથી એક પણ પ્રેસ કોન્ફરન્સ

પીએમે નથી એક પણ પ્રેસ કોન્ફરન્સ

ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ છેલ્લા પાંચ વર્ષોમાં એક પણ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી નથી. આ અંગે હંમેશા સવાલ ઉઠતા રહે છે. વળી, આ અંગે વિપક્ષ પણ ઘણી વાર હુમલા કરતુ રહે છે અને કટાક્ષ કરે છે.

‘દરેક મુદ્દે નિષ્ફળ સાબિત થયા મોદી'

‘દરેક મુદ્દે નિષ્ફળ સાબિત થયા મોદી'

વળી, ઉન્નાવના જીઆઈડીસી મેદાનમાં કોંગ્રેસ ઉમેદવાર અન્નુ ટંડનના પક્ષમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદી પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે - હવે પીએમ નરેન્દ્ર મોદી રોજગાર અને ખેડૂતની વાત નથી કરતા કારણકે તે સારા દિવસોના દરેક મુદ્દે નિષ્ફળ સાબિત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X