For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોડસેના ગુણગાન બદલ સાધ્વી પ્રજ્ઞા, અનંત કુમાર, નલિન કટીલને ભાજપે મોકલી નોટિસ

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કટીલે આપેલા વિવાદિત નિવેદન પર ભાજપે અનુશાસનાત્મક નોટિસ મોકલી છે

|
Google Oneindia Gujarati News

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કટીલે આપેલા વિવાદિત નિવેદન પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે પાર્ટીએ તેમના નિવેદનોને ગંભીરતાથી લીધા છે અને આ નિવેદનોને અનુશાસનાત્મક સમિતિને મોકલી દેવામાં આવ્યો છે. આ સમિતિ ત્રણે નેતાઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગશે અને 10 દિવસની અંદર પાર્ટીને રિપોર્ટ સોંપશે.

Pragya Thakur

તમને જણાવી દઈએ કે ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી દીધા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ હતુ કે તે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. બીજી તરફ ભાજપના નેતા અને સાંસદ નલિન કુમાર કટીલે રાજીવ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની તુલના ગોડસે અને કસાબ સાથે કરી છે. તેમણે રાજીવ ગાંધીને 'સૌથી ક્રૂર' ગણાવીને કહ્યુ કે તેમણે 17000 લોકોને માર્યા. કટીલ કર્ણાટકથી ભાજપના સાંસદ છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં તે દક્ષિણ કન્નડથી ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપ સાંસદ નલિન કુમાર કટીને ટ્વીટ કરીને કહ્યુ કે ગોડસેએ એકને માર્યા, કસાબે 72ને માર્યા પરંતુ રાજીવ ગાંધીએ 17 હજારને માર્યા. હવે તને પોતે નક્કી કરો કે કોણ વધારે ક્રૂર છે. રાજીવ ગાંધીની હત્યાના 30 વર્ષો બાદ ભાજપના ચૂંટણી પ્રચારમાં તે પાર્ટીના નિશાના પર છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા વર્ષ 1984માં તેમના સિખ બૉડીગાર્ડે કરી હતી. ત્યારબાદના હુલ્લડોમાં 3000 સિખો માર્યા ગયા હતા.

આ પણ વાંચોઃ Pics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગઆ પણ વાંચોઃ Pics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગ

English summary
BJP disciplinary committee will seek explanation from Ananthkumar Hegde, Pragya Thakur, Nalin Kateel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X