BJP Foundation Day: PM નરેન્દ્ર મોદી આજે પાર્ટી કાર્યકર્તાઓને કરશે સંબોધિત
BJP Foundation Day: ભારતીય જનતા પાર્ટી(ભાજપ) આજે પોતાનો 43મો સ્થાપના દિવસ મનાવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, આ દિવસ પાર્ટીનો સ્થાપના દિવસ છે. સવારે લગભગ 10 વાગે હું પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરીશ. પીએમ મોદી પાર્ટી કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે.

પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પાર્ટીનો સંદેશો પહોંચાડશે. તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ-ધારાસભ્ય પોતપોતાના વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરશે અને લોકોને પાર્ટીની નીતિઓ વિશે માહિતગાર કરશે.
દિલ્લીમાં તમામ જિલ્લા, મંડલ અને બૂથ સમિતિઓના સ્તરે લગભગ 14,000 સ્થળોએ નાના-મોટા સ્થાપના દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યકર્તાઓ સામૂહિક રીતે વડા પ્રધાન મોદીના સ્થાપના દિવસના સંદેશને સાંભળશે.
ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લગભગ એક વર્ષ બાકી છે ત્યારે ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવીને ઈતિહાસ રચવાની નજીક છે. પાર્ટીના કાર્યકર્તાઓને અમારા ટોચના નેતા સંબોધિત કરશે, જે અમને આ દિશામાં આગળ વધવા અને સમર્પણ સાથે કામ કરવાની પ્રેરણા આપશે. અમે વડાપ્રધાન મોદી પાસેથી માર્ગદર્શન મેળવવા આતુર છીએ.
સ્થાપના દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સેવાને પ્રાધાન્ય આપવામાં આવશે. આ દરમિયાન પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડશે. અત્યાર સુધી, પાર્ટી તેના લોકો સુધી પહોંચવા માટે ડિજિટલ ફોર્મેટ પર વધુ ભાર આપતી હતી, પરંતુ આ વખતે તે જૂની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરશે. આમાં વૉલ રાઈટિંગ અને પોસ્ટર ઝુંબેશ મુખ્ય રહેશે.
ભાજપ યુવા મોરચા 7મી એપ્રિલે મેડિકલ કેમ્પ અને રોજગાર પરામર્શ શિબિરનું આયોજન કરશે. 8મી એપ્રિલે અનુસૂચિત જાતિ મોરચો અને લઘુમતી મોરચો સંયુક્ત રીતે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ યુવાનોમાં આત્મનિર્ભરતા માટે કાર્યક્રમોનું આયોજન કરશે. 9 એપ્રિલે, કિસાન મોરચા કુદરતી ખેતી, યમુના સફાઈ અને શ્રીઅન્ન (મિલેટ્સ) યોજના અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરશે.
10 એપ્રિલે, દિલ્લી ભાજપ મહિલા મોરચા અનુસૂચિત જાતિ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મહિલાઓ સાથે રાત્રિભોજન કાર્યક્રમનું આયોજન કરશે.ઓબીસી મોરચો 11મી એપ્રિલે જ્યોતિરાવ ફુલેની જન્મજયંતિ ઉજવશે. 12 એપ્રિલે દિલ્લી ભાજપ પૂર્વાંચલ મોરચા પૂર્વાંચલની વસ્તીવાળા વિસ્તારોમાં મેડિકલ કેમ્પનુ આયોજન કરશે.
13 એપ્રિલના રોજ પાર્ટીના કાર્યકરો જળાશયોને સાફ કરવા અને વૃક્ષો વાવવાનો કાર્યક્રમ શરૂ કરશે. 14 એપ્રિલે પાર્ટીના અધિકારીઓ અને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સંયુક્ત રીતે આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરશે.












Click it and Unblock the Notifications
