દિલ્હીમાં મુસલમાનોના સપોર્ટથી આવી રીતે 70માંથી 60 સીટ જીતવા માંગે છે ભાજપ
દિલ્હીમાં મુસલમાનોના સપોર્ટથી આવી રીતે 70માંથી 60 સીટ જીતવા માંગે છે ભાજપ
નવી દિલ્હીઃ પહેલા દિલ્હી નગર નિગમની ચૂંટણી, પછી સાત લોકસભા સીટ પર મોટી જીતથી દિલ્હીએ ભાજપનો આત્મ વિશ્વાસ વધારી દીધો છે. પાર્ટીને અપેક્ષા છે કે જો કાર્યકર્તાઓનો આવો જ જુસ્સો રહ્યો તો આગામી વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીની સત્તાથી 22 વર્ષ જૂનો વનવાસ ખતમ થઈ શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામોને જોયા બાદ દિલ્હી ભાજપે 2020ની વિધાનસભા ચૂંટણી માટે 70માંથી 60 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. આના માટે તે એવા વોટર્સ વચ્ચે પણ પોતાનો પાયો મજબૂત કરવા માંગે છે, જેઓ અત્યાર સુધી તેનાથી દૂર રહ્યા હતા, પરંતુ લોકસભા ચૂંટણીમાં તેમનો સપોર્ટ પણ પાર્ટીને મળ્યો છે.

મિશન 2020માં ભાજપ લાગી
દિલ્હીની સાતેય સીટો પર જીતના જશ્ન સાથે દિલ્હી ભાજપના નેતાઓએ 2020ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવી પણ શરૂ કરી દીધી છે. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ બુધવારે તાલકટોરા સ્ટેડિયમમાં આ સિલસિલામાં એક મોટી મીટિંગ પણ થનાર છે, જેમાં 3000થી વધુ પાર્ટી નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે. કુલ મળી પાર્ટીનો એજન્ડા એ છે કે લોકસભા ચૂંટણીમાં ભારે જીતના જુસ્સાને ઠંડો ન થવા દે અને કોઈપણ રીતે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ફતેહ હાંસલ કરે.

સ્લમ કોલોનિયો પર પણ ભાજપની નજર
દિલ્હીની ઝૂપડપટ્ટીઓએ અત્યાર સુધી ભાજપને નિરાશ કર્યું હતું. એવી કોલોનિઓના વધુમાં વધુ વોટર્સ સામાન્ય રીતે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીના વોટ બેંક માનવામાં આવે છે. પરંતુ, દિલ્હીમાં 22 વર્ષનો વનવાસ ખતમ કરવા માટે હવે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી આવી કોલોનીઓથી જોડાવાની યોજના પર કામ શરૂ કરી ચૂકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેઓ જે કેમ્પેઈન શરૂ કરી ચૂક્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેઓ જે કેમ્પેઈન શરૂ કરી ચૂક્યા છે, તેમાં વાલ્મિકી બસ્તીઓ અને ઝુગ્ગી-ઝૂપડપટ્ટીઓમાં રહેવાની યોજના પણ સામેલ છે. જેમાં ભાજપના બીજા મોટા નેતા પણ તેમનો સાથ આપશે. જણાવી દઈએ કે આ વર્ષે લોકસભામાં આ વિસ્તારમાંથી પાર્ટીને સારોએવો સહયોગ મળ્યો હતો.

મુસ્લિમ વોટર્સને લોભાવવાની કોશિશ
2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીના 13816 બૂથોમાંથી માત્ર 1808 બૂથ પર જ ભાજપે હારનો સામનો કરવો પડ્યો. આ બૂથ મોટાભાગે મુસ્લિમ બહુમત વિસ્તારોમાં છે. હવે એવી જાણકારી મળી રહી છે કે ભાજપ મુસલમાનો વચ્ચે પણ પોતાનો બેસ મજબૂત કરવાની કોશિશ કરશે. દિલ્હી ભાજપના સંગઠન મંત્રી સિદ્ધાર્થન જલદી જ પાર્ટીની એક એવી મીટિંગ કરી શકે છે, જેમાં કાર્યકર્તાઓને મુસલમાનોની વચ્ચે જવા અને સમુદાયના લોકોને પાર્ટી સાથે જોડવા માટે કહી શકે છે. ભાજપના કાર્યકર્તાઓની એ પણ જવાબદારી રહેશે કે તેઓ મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબ મુસલમાનો સુધી વધુમાં વધુ પહોંચાડવાનું સુનિશ્ચિત કરે. એટલે કે દિલ્હી ભાજપ પીએણ મોદીનો નવો નારો સબ કા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસને જમીની સ્તર પર ઉતારવાની કોશિશમાં લાગી ચૂકી છે.












Click it and Unblock the Notifications
