ભાજપે શરૂ કર્યુ ‘મારા સપનાનું ભારત’ અભિયાન
નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ લોકસભા ચૂંટણી માટે પાર્ટીઓએ પોતાનો જનાધાર મેળવવાની જોર શોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીઓ લોકોને જોડવા માટે નવા નવા અભિયાન શરૂ કરી રહી છે. ભાજપે પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અભિયાનની શરૂઆત કરી છે.

આ અભિયાનની શરૂઆત બાદ ભાજપે કહ્યું કે, આ એક વિચાર કેન્દ્રિત અને લોકોને અનુકૂળ પહેલ છે, જેમાં સામાન્ય ભારતીયોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અધિકારસપંન્ન બનાવવા પર દબાણ આપવામાં આવ્યું છે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે મારા સપનાનું ભારત અભિયાનની શરૂઆત કરી છે. તેની શરૂઆત કરતાની સાથે જ તેમણે લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.












Click it and Unblock the Notifications
