For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આજે લોકસભા ચૂંટણી થાય તો NDAને મળશે પૂર્ણ બહુમતઃ સર્વે

દેશમાં જો આજે લોકસભા ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએને એક વાર ફરીતી પૂર્ણ બહુમત મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં જો આજે લોકસભા ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએને એક વાર ફરીતી પૂર્ણ બહુમત મળી શકે છે. ઈન્ડિયા ટુડેના નેશનલ પોલ અનુસાર જો આજે લોકસભા ચૂંટણી થાય તો એનડીએને 296 સીટ પર જીત મળશે અને એકલી ભારતીય જનતા પાર્ટી 271 સીટો પર જીત મેળવશે. ઈન્ડિયા ટુડે MOTNના પોલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ બધા રાજ્યોમાં સૌથી વધુ રેટિંગ મેળવ્યુ છે જ્યાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. જો કે પંજાબમાં અન્ય ચાર રાજ્યોની તુલનામાં પીએમ મોદીને તેમના કામ માટે અપેક્ષિત રેટિંગ નથી મળી.

BJP

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામને લઈને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં 50 ટકાથી વધુ લોકોએ ખુશી વ્યક્ત કરી છે. જો કે આ સર્વે સંસદીય ક્ષેત્રમાં કરાવવામાં આવ્યુ છે માટે આનાથી એ વાતનો ઈશારો નથી મળતો કે ભાજપને આ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો મળશે. તમને જણાવી દઈએ કે MOTN સર્વે દેશભરમાં વર્ષમાં બે વાર ઈન્ડિયા ટુડે ગ્રુપ કરાવે છે. આ સર્વેના પરિણામો જાન્યુઆરી અને ઓગસ્ટ મહિનામાં જાહેર કરવામાં આવે છે. જો કે જોવાની વાત એ છે કે શું 2024 સુધી દેશના લોકોનો મિજાજ ભાજપના પક્ષમાં રહે છે.

જે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે તેમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડમાં પુષ્કર ધામી, મણિપુરમાં એન બીરેન સિંહ, ગોવામાં પ્રમોદ સાવેત મુખ્યમંત્રી છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. એવામાં ભાજપ સામે સૌથી મોટો પડકાર આ ચારે રાજ્યોમાં પોતાની સરકાર બચાવવાનો છે. પંજાબ સહિત આ બધા પાંચ રાજ્યોમાં ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે થશે જ્યારે ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે.

English summary
BJP lead NDA will get full majority in Loksabha election if held today says MOTN survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X