Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જેલ છે કે પછી નર્ક: નિર્વસ્ત્ર થઇને ફરે છે મહિલા કેદી, ગંદા ટૉયલેટમાં રાત પસાર કરે છે સ્ત્રીઓ

મુરાદાબાદ, 12 ડિસેમ્બર: કોઇપણ દેશમાં કાયદાની હુકમશાહીને પારખવા માટે તેની જેલોમાં બંધ કેદીઓ સાથે કરવામાં આવનાર વહેવારથી વધુ કોઇ કસોટી ના હોઇ શકે. એ પણ સાચું છે કારણ કે કેદીઓના હાથ, પગ, જીભ બધુ જેલ પ્રશાસનના આધીન થઇ જાય છે. હવે વાત જો ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જેલની મહિલા બેરકની કરીએ તો અહીંની જે સ્થિતી છે તેને જોતાં જો તેને નર્ક ન કહીએ તો પછી નર્ક નામની કોઇ વસ્તુ હોતી નથી. માનધિકાર આ બેરકના ઉંબરા પર દમ તોડી દે છે.

જેલ મૈનુઅલ અને કાયદાના પુસ્તકોમાં ચોક્કસ કાયદાની લાંબી યાદી હોય પરંતુ અહી જેલ સંચાલકોના મોંઢામાંથી જે શબ્દો નિકળી ગયા તે અંતિમ કાયદો છે. જી હાં મુરાબાદ જેલની મહિલા બેરક 27 મહિલાઓ માટે બનાવેલી છે. પરંતુ તેમાંથી 200 મહિલાઓ પોતાના બાળકોની સાથે કેદ છે. ઉંઘવાનું દૂર બેસવું પણ આ બેરેકમાં શક્ય નથી. સૌથી દર્દનાક દશા એ છે કે આ મહિલાઓને આ બેરેકમાં જ રહેવાનું છે કારણ કે એકમાત્ર મહિલા બેરક છે.

moradabad-jail

જો કે સાંજ ઢળતાં જ મહિલા કેદીઓને બેરેકમાં જાનવરોની માફક ભરી દેવામાં આવે છે. આ દર્દનાક દાસ્તાં રજૂ કરી છે ભાજપ મહિલા મોરચાની મહાનગર અધ્યક્ષ મદાલસા શર્માએ જે આ બેરેકમાં કોઇ પ્રકારે આઝાદ થઇ. તેમને જે પરિસ્થિતિ રજૂ કરી છે તે રૂવાંટા ઉભા કરી દેનાર છે.

બેરેકમાં 27ની જગ્યાએ 200 મહિલાઓ કેદ છે એવામાં પગ રાખવાની જગ્યા પણ મુશ્કેલીથી મળે છે. આ બેરેકમાં 28 બાળકો પણ છે, જેમને દત્તક લઇને મહિલાઓ આખી-આખી રાત ઉભી રહે છે. તે દરરોજ રાહ જુએ છે કે ક્યારે સૂરજ નિકળે અને તે બેરકની બહાર નીકળીને બેસી શકે, ઉંઘી શકે.

ભાજપની નેત્રી શર્મા જણાવે છે કે બેરક તો છોડી દેવામાં આવશે તેને અડીને આવેલી બેરકમાંથી દુર્ગંધ ભરેલા ટૉયલેટ સુધીમાં મહિલાઓને ઉભા રહીને વાત વિતાવે છે. માસૂમ બાળકો રડે છે અકળાઇ છે પરંતુ કરે તો પણ શું કરે રાત અહીં પસાર થાય છે, સાંજ થતાં જ બેરકમાં જવાના નામથી મહિલાના રૂવાટા ઉભી થઇ જાય છે. આ બેરકમાં એવી મહિલાઓ પણ કેદ છે જેમની માનસિક સ્થિતી ઠીક નથી. પહેરવા માટે કપડાં નથી અને માનસિક સ્થિતી સારી ન હોવાથી ઘણી મહિલા કેદીઓ નગ્ન ફરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X