'કોંગ્રેસ દેશમાં નવી મુસ્લિમ લીગ, ભાજપ નેતાએ સલમાન ખુરશીદ, રાશિદ અલ્વી સામે નોધાવી ફરિયાદ'
ભારતીય જનતા પાર્ટીના નેતા રામ કદમે મુંબઈ ઘાટકોપર પોલિસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ, રાશિદ અલ્વી સામે ફરિયાદ નોંધાવી છે.
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતા રામ કદમે મુંબઈ ઘાટકોપર પોલિસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદના વર્તમાન પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા' અને રાશિદ અલ્વીના રામ ભક્તોની ટિપ્પણીને લઈને પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ નેતા રામ કદમે શુક્રવાર(12 નવેમ્બર) તેમની ફરિયાદ પર એફઆઈઆર નોધવા અને કોંગ્રેસ નેતાઓની ધરપકડની માંગ કરી છે. રામ કદમે કહ્યુ, 'જ્યાં સુધી એ બંને(સલમાન ખુરીદ, રાશિદ અલ્વી) સામે એફઆઈઆર નોંધવામાં ન આવે અને તેમની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.' તેમણે કહ્યુ, 'જો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર આ બંને સામે કેસ નહિ નોંધે તો અમે અદાલતનો દરવાજો ખખડાવીશુ.'

કોંગ્રેસ પાર્ટી દેશમાં નવી મુસ્લિમ લીગ છે'
આ પહેલા ભાજપ આઈટી સેલના પ્રભારી અમિત માલવીયએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરીને કહ્યુ કે તેમણે સાબિત કરી દીધુ છે કે કોંગ્રેસ પાર્ટી દેશમાં નવી મુસ્લિમ લીગ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને અમિત માલવીયએ કહ્યુ, 'રાહુલ ગાંધીએ હિંદુઓ, હિંદુ ધર્મ અને હિંદુત્વની વિચારધારાનુ અપમાન કર્યુ છે, જો તેમણે હિંદુત્વને હિંસા પર આધારિત વિચારધારા કહી છે.'

'હિંદુઓનુ અપમાન સુનિયોજિત રીતે કરવામાં આવી રહ્યુ છે'
ભાજપ આઈટી સેલના પ્રભારી અમિત માલવીયએ કહ્યુ, 'હિંદુઓનુ અપમાન અને આ બધુ સુનિયોજિત રીતે કરવામાં આવી રહ્યુ છે. પહેલા સલમાન ખુરશીદે પોતાના પુસ્તકમાં હિંદુ અને હિંદુ ધર્મની તુલના આઈએસઆઈએસની વિચારધારા સાથે કરી. પછી રાશિદ અલ્વીએ લોકોને જય શ્રીરામ શેતાનના નારા લગાવનારા ગણાવી દીધા.'

જાણો ભાજપ કેમ કરી રહી છે સલમાન ખુરશીદ, રાશિદ અલ્વીની ધરપકડની માંગ
બુધવારે(10 નવેમ્બર) કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરીદ પોતાના લેટેસ્ટ પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યાઃ નેશનહુડ ઈન અવર ટાઈમ્સ'માં હિંદુત્વને બદનામ કરવા અને આતંકવાદ સાથે તુલના કરવા માટે વિવાદોમાં ફસાઈ ગયા છે અયોધ્યા ચુકાદા પર સલમાન ખુરશીદનુ નવુ પુસ્તક ગયા સપ્તાહે જાહેર કરવામાં આવ્યુ હતુ. તેણે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પર ફરીથી વિવાદ ઉભો કરી દીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે હિંદુત્વની તુલના આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા કટ્ટરપંઝી આતંકવાદી સમૂહો સાથે કરી છે આ ઘટનાક્રમ એવા સમયમાં આવ્યો છે જ્યારે દેશના સાત રાજ્યો ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદે અને ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
