For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નેતાએ કહ્યુ- જે જીતનરામ માંઝીની જીભ કાપીને લાવશે તેને 11 લાખ રૂપિયાનુ ઈનામ

ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ જીતનરામ માંઝીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યમાં સત્તારુઢ પક્ષમાં શામેલ હિંદુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીએ ભલે બ્રાહ્મણો સામે કરેલી ટિપ્પણી માટે માફી માંગી લીધી હોય પરંતુ હવે આ મામલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યાં બિહારના પોલિસ સ્ટેશનમાં માંઝી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે ત્યાં બીજી તરફ ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ જીતનરામ માંઝીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. ગજેન્દ્ર ઝાએ કહ્યુ કે જે પણ માંજીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનુ ઈનામ આપશે.

manzi

ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ માંઝી પર સનાતન ધર્મ વિરુદ્ધ જાણીજોઈને વારંવાર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો. ગજેન્દ્ર ઝાએ કહ્યુ કે જો માંઝી હિંદુ સનાતન ધર્મને ન માનતા હોય તો તેમણે ધર્મ પરિવર્તન કરી લેવુ જોઈએ. જો પણ બ્રાહ્મણની દીકરો સમાજ સામે અપમાનજનક ટિપ્પણી કરનાર માંઝીની જીભ કાપશે તેને 11 લાખ રુપિયાનુ રોકડ ઈનામ આપવામાં આવશે.

વળી, હિંદુસ્તાની આવામ મોરચાના પ્રવકતા દાનિશ રિઝવાને ગજેન્દ્ર ઝાને પડકારીને કહ્યુ કે કોઈનામાં પણ માંઝી પર હુમલો કરવાની હિંમત નથી. તેમણે કહ્યુ કે ભાજપ નેતૃત્વએ પોતાના નેતાઓને સમજાવવા જોઈએ, નહિતર પરિણામ ખરાબ આવશે. જ્યારે માંઝી પહેલા જ નિવેદન પ્રત્યે પોતાનો ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે તો આ મુદ્દાને ઉઠાવવો યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે જીતનરામ માંઝીની પાર્ટી બિહારની સત્તારુઢ એનડીએ ગઠબંધનનો એક ઘટક પક્ષ છે જેમાં ભાજપ પણ શામેલ છે.

વાસ્તવમાં, શનિવારે પટનામાં ભુઈયાં મુસહર સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જીતનરામ માંઝી મુખ્ય અતિથિ હતા. કાર્યક્રમમાં માંઝીએ પોતાના ભાષણ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે ધર્મના નામે રાજનીતિનો મુદ્દો ઉઠાવ્યો અને આ દરમિયાન પંડિતો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો.

કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન માંઝીએ કહ્યુ, 'આજકાલ ગરીબ વર્ગના લોકોમાં ધર્મની પારાયણતા વધુ આવી રહી છે. સત્યનારાયણ ભગવાનની પૂજીનુ નામ આપણે લોકો જાણતા નહોતા. હવે દરેક ટોળામાં આપણા લોકોને ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા થાય છે. એટલી પણ લાજ શરમ નથી આવતી કે પંડિત... આવે છે અને કહે છે કે તમારે ત્યાં કંઈ નહિ ખઈએ...બસ થોડી રોકડ આપી દો.'

માંઝીએ આના પર સફાઈ આપીને કહ્યુ હતુ કે મે મારા સમાજ માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો નહિકે પંડિતો માટે. જો કોઈને ખોટી ધારણા થઈ હરયો તો તેના માટે હું માફી માંગુ છુ. મે મારા સમાજના લોકોને કહ્યુ કે આજે આસ્થાના નામે કરોડો રુપિયા ખર્ચવામાં આવે છે પરંતુ ગરીબોનુ કલ્યાણ નથી થઈ રહ્યુ.

English summary
BJP leader Gajendra Jha statement against Jitan Ram Manjhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X