બળાત્કારીઓની સરકાર પાસે કાનૂન સુધારની શું આશા: લક્ષ્મીકાંત વાજપેઇ

laxmikant vajpayee
લખનઉ, 16 માર્ચ: ભારતીય જનતા પાર્ટીની ઉત્તરપ્રદેશની કમાન સંભાળી રહેલા અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેઇએ સમજાવાદી પાર્ટીની સરકારનું એક વર્ષ પૂરું થવા પર જણાવ્યું કે આ સરકાર એક વર્ષ દરમિયાન અવિશ્વાસ અને અરાજકતાની ભેટ ચઢી ગયું છે.

પ્રદેશ કાર્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે જે સરકારમાં બળાત્કારીઓ બેઠા હોય અને પંડિત સિંહ તથા કે સી પાંડેય જેવા લોકોને સંરક્ષણ મળતું હોય તો કાનૂન વ્યવસ્થામાં સુધારની આશા કરી શકાય નહી.

વાજપેઇએ જણાવ્યું કે જે સરકારના શાસનના એક વર્ષમાં જ રાજ્યમાં જુદા-જુદા સ્થળોએ 27 કરતા વધારે હુલ્લડ થયા હોય, જ્યાં બાકીના વર્ષોમાં કેવી સ્થિતિ રહેશે તે સમજી શકાય છે. આ સરકારની બધી યોજનાઓ એક ખાસ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે પ્રદેશ સરકારનું એક વર્ષ અંતર્વિરોધો, અવિશ્વાસ અને અરાજકતાની ભેટ ચઢી ગયું છે.

એક વર્ષમાં જ સપાનો સાંપ્રદાયિક ચહેરો સામે આવી ગયો છે. વાજપેઇએ જણાવ્યું કે સપાના શાસનકાળમાં કાનૂન વ્યવસ્થા નામની કોઇ વસ્તુ જ નથી રહી. ક્રાઇમમાં સતત વધારો થયો છે. રાજ્યમાં ડીવાયએસપી, ડીઆઇએજી, અને કોન્સ્ટેબલનું મોત થઇ રહ્યું છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની હત્યા થઇ રહી છે. આ બધી ઘટનાઓ થકી રાજ્યની કાનૂન વ્યવસ્થાનો અંદાજો લગાવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X