For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મને અને મારા પરિવારને મોત અને રેપની ધમકી...', કેમ જોખમમાં છે ભાજપ નેતા નૂપુર શર્માનો જીવ

ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્માએ આરોપ લગાવ્યો કે તેમને સોશિયલ મીડિયા પર મોત અને બળાત્કારની ધમકી મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્માએ આરોપ લગાવ્યો કે તેમને સોશિયલ મીડિયા પર મોત અને બળાત્કારની ધમકી મળી રહી છે. સોશિયલ મીડિયા પર નૂપુર શર્માને એક 'ફેક્ટ ચેકર્સ' દ્વારા સંપાદિત વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નૂપુર શર્મા વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે એક ટીવી ચેનલમાં ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદથી જ ભાજપ નેતા નૂપુર શર્મા અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકી મળી રહી છે.

'મારા અને મારા પરિવારનુ માથુ કાપવાની મળી રહી છે ધમકી...'

'મારા અને મારા પરિવારનુ માથુ કાપવાની મળી રહી છે ધમકી...'

ભાજપ નેતા નુપુર શર્માએ શુક્રવારે (27 મે) એએનઆઈને જણાવ્યુ હતુ કે, 'એક કહેવાતા ફેક્ટ ચેકર છે જેણે ગઈકાલે રાત્રે મારી એક ચર્ચામાંથી ભારે સંપાદિત અને પસંદ કરેલ વીડિયો મૂકીને વાતાવરણને બગાડવાનુ શરૂ કર્યુ છે. ત્યારથી મને અને મારા પરિવારના સભ્યોનુ માથુ કાપી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે.'

'જો મારા પરિવારને કોઈ નુકશાન થશે તો તેના માટે જવાબદાર...'

'જો મારા પરિવારને કોઈ નુકશાન થશે તો તેના માટે જવાબદાર...'

ભાજપ નેતા નુપુર શર્માએ આરોપ લગાવ્યો હતો કે ઑલ્ટન્યૂઝના માલિકે તેની વિરુદ્ધ ટ્રોલર્સને પ્રોત્સાહિત કરવા માટે એક સંપાદિત વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યુ હતુ કે જો તેના પરિવારને કોઈ નુકસાન થાય તો તેને 'જવાબદાર' ગણવા જોઈએ.નુપુર શર્માએ કહ્યુ, 'મેં પોલીસ કમિશનર અને દિલ્હી પોલીસને ટેગ કર્યા છે. મને શંકા છે કે મને અને મારા પરિવારના સભ્યોને નુકસાન થશે. જો મને અથવા મારા પરિવારના સભ્યોને કોઈ નુકસાન થાય તો મોહમ્મદ ઝુબૈર, જેઓ હું માનુ છુ કે ઑલ્ટ ન્યૂઝના માલિક છે, તે સંપૂર્ણપણે જવાબદાર છે.

'હું ખોટી હતી તો તમારે ફેક્ટ ચેક કરવી જોઈતી હતી...'

'હું ખોટી હતી તો તમારે ફેક્ટ ચેક કરવી જોઈતી હતી...'

નૂપુર શર્માએ કહ્યુ, જો હું ખોટી હતી તો ફેક્ટ ચેકરે મને જાનથી મારી નાખવાની ધમકીઓ મોકલવાને બદલે હકીકતો સુધારવી જોઈએ. મહેરબાની કરીને આગળ આવો અને તથ્યોને સુધારો. આ સાચુ નથી, તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. તે (ઝુબેર) કોઈ ફેક્ટ ચેકર નથી, નકલી પ્રસારક છે.' વધુમાં, નુપુર શર્માએ કહ્યુ કે તે તેની સામેની તમામ ધમકીઓનો સામનો કરી રહી છે અને આ મામલે ફરિયાદ નોંધાવશે.

દિલ્લી પોલિસને નૂપુર શર્માએ કરી ટેગ

દિલ્લી પોલિસને નૂપુર શર્માએ કરી ટેગ

ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને ટ્વિટર પર ટેગ કરીને તેમના દ્વારા મળેલા ધમકીભર્યા સંદેશાઓ તરફ તેમનું ધ્યાન દોર્યુ હતુ. તેમણે દિલ્હી પોલીસને આ મામલાને ગંભીરતાથી લેવા અને તેના પરિવારને સુરક્ષા આપવા વિનંતી કરી છે. દિલ્હી પોલીસને ટેગ કરીને નુપુર શર્માએ ટ્વિટ કર્યુ, 'મને મારી બહેન, માતા, પિતા અને મારી વિરુદ્ધ બળાત્કાર, મૃત્યુ અને માથુ કાપી નાખવાની ધમકીઓ મોકલવામાં આવી રહી છે. મેં @DelhiPolice ને આની જાણ કરી છે. જો મારી અથવા મારા પરિવારના કોઈપણ સભ્ય સાથે કંઈપણ અપ્રિય બને તો.

દિલ્લી પોલિસે આપ્યો તપાસનો ભરોસો

દિલ્લી પોલિસે આપ્યો તપાસનો ભરોસો

નૂપુર શર્માએ તેના અન્ય એક ટ્વીટમાં લખ્યું, '@CPDelhi કૃપા કરીને ધ્યાન આપો કે સંપૂર્ણપણે અને સંપૂર્ણ રીતે @zoo_bear 'ફેક્ટ ચેકર' વાતાવરણને બગાડવા, મારી અને મારા પરિવાર સામે સાંપ્રદાયિક વિસંગતતા અને એક લક્ષિત નફરત પેદા કરવા માટે એક નકલી કથાને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર છે. દિલ્હી પોલીસે તેના જવાબમાં કહ્યુ કે આ મામલો સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે ટ્વીટ કર્યું, 'આ મામલો જરૂરી કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તમારો સંપર્ક કરવામાં આવશે.'

English summary
BJP leader Nupur Sharma and her family gets life-threatening Here is why
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X