'પહેલા આમને તો જોડી લો...', ભાજપ નેતાએ રાજસ્થાન સંકટ વચ્ચે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કર્યો કટાક્ષ
રાજસ્થાનના રાજકીય સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાએ કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કર્યો છે.
નવી દિલ્લીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બાદ રાજ્યના નવા સીએમ કોણ હશે તે મુદ્દે કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાજ્ય સરકાર પર સંકટ ઘેરાઈ રહ્યુ છે. રાજસ્થાનના રાજકીય સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાએ કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યુ કે એક તરફ કોંગ્રેસ ભારત જોડો યાત્રા કરી રહી છે અને બીજી તરફ તેમની પાર્ટીના નેતાઓમાં એકતા નથી અને આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવે ગઈકાલે(રવિવારે) રાત્રે સીએમ અશોક ગેહલોત અને તેમના ડેપ્યુટી સચિન પાયલટ સાથે રાહુલ ગાંધીની તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યુ, 'કૃપા કરીને પહેલા આમને જોડી લો...'. ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવનો આ ટોણો કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીરની 'ભારત જોડો યાત્રા'ની સફર પર હતો. ભાજપે શરૂઆતથી જ ભારત જોડો યાત્રા માટે કોંગ્રેસની ટીકા કરી છે અને કહ્યુ છે કે પાર્ટીએ પહેલા આંતરિક બળવાને ઉકેલવા પર ધ્યાન આપવુ જોઈએ.
રાજસ્થાનમાં રાજકીય સંકટ
રાજસ્થાનમાં અશોક ગેહલોતના વફાદાર લગભગ 90 કોંગ્રેસના ધારાસભ્યોએ ગઈકાલે રાત્રે કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક પહેલા તેમના રાજીનામા સુપરત કર્યા હતા. અશોક ગેહલોતના વફાદાર ધારાસભ્યોને આશંકા છે કે કોંગ્રેસ સચિન પાયલટને રાજસ્થાનના આગામી સીએમ બનાવી શકે છે. વાસ્તવમાં અશોક ગેહલોગ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડી શકે છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના સીએમનુ સ્થાન તેમના પછી ખાલી થશે.
कृपया पहले इन्हें जोड़ लो 🙏 pic.twitter.com/UZ84sCTgpA
— Bhupender Yadav (@byadavbjp) September 25, 2022












Click it and Unblock the Notifications
