For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"યોગી કુલદીપની ધરપકડ માટે લીધો નિર્ણય પણ મોટા નેતાએ વચ્ચે..."

યોગી સરકારના જ બે નેેતાઓએ ઉન્નાવ રેપ મામલે યોગી સરકાર અંગે ટ્વિટ કરીને ટિપ્પણી કરી છે. જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ સ્થિત ઉન્નાવમાં થયેલા ગેંગરેપ મામલે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ચોંકવનારો ખુલાસો કર્યો છે. ભાજપ નેતા આઇપી સિંહે ટ્વિટ કરીને કહ્યું છે કે એક મોટા નેતાના હસ્તક્ષેપના કારણે હાલ આ મામલે સમગ્ર પાર્ટીને ભોગવવું પડી રહ્યું છે. આઇપી સિંહે 11 એપ્રિલે ટ્વિટ કર્યું હતું કે "કુલદીપ સેંગરને પકડી લેવાનો નિર્ણય પૂજનીય યોગીજીએ લીધો હતો અને CM ઓફિસમાં ધરપકડ સાથે જ ઉન્નાવ કેપ્ટનને પણ નિલંબિત કરવાનું પણ મહારાજજીએ નક્કી કરી લીધું હતું પણ અચાનક જ એક મોટા વ્યક્તિના હસ્તક્ષેપથી મામલો લંબાઇ ગયો. જેના કારણે હવે સમગ્ર પાર્ટીને આ કારણે ભોગવવું પડી રહ્યું છે."

આઇપી સિંહનું ટ્વિટ

નોંધનીય છે કે આ વાત આઇપી સિંહે 11 એપ્રિલે ટ્વિટ કરીને કહી હતી. જે પછી થોડી વાર આઇપી સિંહે રાતના 12 વાગ્યા જેવું કરેલું ફરી ટ્વિટ કર્યું હતું કે જે લોકો સત્તામાં રહી કે પછી વિપક્ષમાં રહીને પોલીસે દબાવાનો પ્રયાસ કરશે તેની સાથે આમ જ થશે. સરકાર કોઇને માફ નહીં કરે, હવે સપા, બસપાની સરકાર નથી"

ભાજપ પ્રવક્તાના સવાલ

તમને જણાવીએ છીએ કે આઇપી સિંહે પહેલા ભાજપ પ્રવક્તા દિપ્તીએ પણ આ મામલે સવાલ ઉઠાવ્યા હતા. દિપ્તી ભારદ્વાજે યોગી સરકાર અને રાજ્ય સરકારની કામકાજ કરવાની પ્રણાલી પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકારનો આ નિર્ણય શર્મસાર કરનારો છે. બીજેપી મીડિયા પૈનલિસ્ટ દિપ્તી ભારદ્વાજે ઉન્નાવ મામલે અનેક ટ્વિટ કરીને આ અંગે સવાલ ઉઠાવ્યા હતા.

યોગી સરકાર

યોગી સરકાર

તમને જણાવી દઇએ કે સીબીઆઇએ આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી લીધી છે. અને તેની તપાસ પણ સીબીઆઇ કરી રહી છે. વળી બીજી તરફ કોંગ્રેસના દબાવના પગલે પણ યોગી સરકારને આ ધરપકડ કરાવવાનો વારો આવ્યો છે. જો કે તેમ છતાં તે વાતમાં કોઇ બે મત નથી કે યોગી સરકાર આ આખા મામલે મોડી પડી છે. અને તેનું ભુગતાન યોગી સરકારને આવનારા સમયમાં ચોક્કસથી કરવું પડશે.

English summary
BJP leader tweets on Unnao gang rape case says Yogi adityanath wanted Kuldeep singh sengar arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X