દાદરી હત્યા કેસઃ વિજય પંડિતના પત્નીનો સપા નેતા પર આરોપ

ગીતા પંડિતે કહ્યું કે, અનિલ દુજાનાએ તેમને(વિજય પંડિત)ને ફોન કરીને ધમકી આપી હતી કે જો તેમણે મહેશ શર્મા માટે પ્રચાર કર્યો તો તેમને જાનથી મારી નાંખવામા આવશે. તેણે જણાવ્યું હતું કે તે જેલતી બોલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં મહેશ શર્મા ગૌતમબુદ્ધ નગરથી ભાજપની બેઠક પર સાંસદ બન્યા છે. ગીતા પંડિતે યુપી સરકાર પર હુમલો કરતા કહ્યું કે આખું પ્રશાસન જ ખરાબ છે. વારદાતના સ્થળેથી પોલીસ મથક દૂર નહોતું, શું જ્યારે ફાયરિંગ થયું ત્યારે પોલીસ ત્યાં નહોતી આવી શકતી.
આ અંગે નરેન્દ્ર ભાટીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છેકે દાદરીમાં હત્યાનો આ પહેલો બનાવ નથી. પહેલા પણ ખંડણીના નામે હત્યાઓ થતી રહી છે. આ મામલા સાથે મારે કોઇ લેવા દેવા નથી. અનિલ દુજાના સાથે મારે કોઇ વાત પણ નથી તઇ. આ મામલામાં રાજકીય દખલ જોવા મળી રહી છે. આ મામલામાં તમામ પ્રકારની તપાસ માટે હું તૈયાર છું, જો હું આરોપી સાબિત થાઉ તો હું સજા ભોગવવા તૈયાર છું.












Click it and Unblock the Notifications
