For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા નેતા ઘાટીમાં બહારના લોકો માટે કેટલાક પ્રતિબંધ ઈચ્છે છે

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 37૦ નાબૂદ કરવાની જાહેરાતની સાથે, દેશના ગૃહ મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે ખીણના લોકોને પણ તેમની જમીન માટે સારી કિંમત મેળવવાનો અધિકાર છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 37૦ નાબૂદ કરવાની જાહેરાતની સાથે, દેશના ગૃહ મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે ખીણના લોકોને પણ તેમની જમીન માટે સારી કિંમત મેળવવાનો અધિકાર છે. કલમ 37૦ ના અંત પછી, ખીણમાં જમીન વિશે સતત ચર્ચા થઈ રહી છે. પરંતુ તે દરમિયાન, જમ્મુ-કાશ્મીરના ભાજપા નેતાઓએ તેનાથી અલગ મત રાખ્યો છે. પક્ષનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવા માટે બહારના લોકો પર કેટલાક પ્રતિબંધ હોવા જોઈએ.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 6 દિવસમાં એક પણ ગોળી નથી ચાલી

કેટલાક પ્રતિબંધ હોવા જોઈએ

કેટલાક પ્રતિબંધ હોવા જોઈએ

જમ્મુ કાશ્મીરના ભાજપના નેતાઓ ઇચ્છે છે કે ખીણમાં જમીન ખરીદનારા બહારના લોકો પર કેટલાક નિયંત્રણો હોવા જોઈએ, સાથે સાથે ખીણમાં બહારના લોકોને નોકરી મળે તે માટે પણ કેટલાક પ્રતિબંધ હોવા જોઈએ. ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલસિંહે કહ્યું કે લોકોએ નિવાસસ્થાન પ્રમાણપત્ર જેવા કેટલાક સુરક્ષા ધોરણો પ્રદાન કરવા જોઈએ, જેથી લોકો તેમની સ્થાનિક જમીન અને નોકરીઓ બચાવી શકે. જો કે, વિપક્ષી પાર્ટીનું માનવું છે કે, જમીનની ખરીદી કરવાથી આવતા સમયમાં તકલીફ ઉભી થશે અને સ્થાનિક લોકોને પણ નોકરીઓની નિયુક્તિમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સરકાર બધા જ મુદ્દાઓ પર કામ કરી રહી છે

સરકાર બધા જ મુદ્દાઓ પર કામ કરી રહી છે

નિર્મલ સિંહે કહ્યું કે અમે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા સવાલ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. તમામ પક્ષોએ નવી ચર્ચા શરૂ કરી છે કે બહારના લોકો સ્થાનિક લોકોની જમીન લેશે અને લોકોની નોકરી પણ બહારના લોકો લઇ જશે. રાજ્ય ભાજપના પ્રવક્તા સુનિલ શેઠીએ દાવો કર્યો છે કે સરકાર આ બધા મુદ્દાઓ પર પહેલેથી જ કામ કરી રહી છે. ટૂંક સમયમાં તેનો ઉકેલ મળી જશે. નિર્મલ સિંહે કહ્યું કે અમારા પાડોશી રાજ્યો હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પહેલેથી આવી જોગવાઈઓ છે.

રાહુલ ગાંધીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા

રાહુલ ગાંધીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા

આપને જણાવી દઈએ કે ખીણમાં હાલમાં જ કલમ 370 હટાવી દેવામાં આવી છે, ત્યારબાદ ખીણના મોટાભાગના વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. કલમ 370 હટાવ્યા બાદ ખીણમાં જુદા જુદા સ્થળોએ ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને જમ્મુ-કાશ્મીરના ડીજીપીએ આવા અહેવાલોને એકદમ નકારી દીધા છે. આ સાથે જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ખીણની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ ખરાબ છે, સરકારે ખીણમાં શું ચાલી રહ્યું છે તે જણાવવું જોઈએ. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ પારદર્શિતા સાથે દેશને કહેવું જોઈએ. જમ્મુ-કાશ્મીરથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.

English summary
BJP leader wants some restriction for outsiders in jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X