યશવંત સિન્હાની ધરપકડ, 14 દિવસ માટે કરાયા જેલભેગા
રાંચી, 3 જૂન: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાને ઝારખંડના હજારીબાગ શહેરમાં એક વિરોધ પ્રદર્શનના નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરી લેવામાં આવ્યા છે, અને જામીન બોન્ડ ભરવાનો ઇનકાર કરવા પર તેમને મંગળવારે ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે.
હજારીબાગમાં એક ન્યાયાલયે યશવંત સિન્હાને 14 દિવસોની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે, કારણ કે તેમણે જામીન બોન્ડ ભરવાનો ઇનકાર કરી દીધો હતો.

માહિતી મેળવીને ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે સિન્હા અને અન્ય પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી. તેમણે મંગળવારે એક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. કોર્ટમાં જામીન બોન્ડ ભરવાનો ઇનકાર કરતા સિન્હાને કોર્ટે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે.












Click it and Unblock the Notifications
