રોકડ સબસિડીના વિરોધમાં ભાજપે કરી ECને ફરિયાદ

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, અને મુખ્તાર અબ્બાસ નકવી સહિતના નેતાઓ મુખ્ય ચૂંટણી અધિકારી બી.એસ.સંપત સાથે મુલાકાત કરી આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આડવાણીએ મુલાકાત બાદ જણાવ્યું કે આ યોજના આખા દેશ માટે છે જેમાં ગુજરાતના જિલ્લાઓના નામનો પણ સમાવેશ થાય છે. જેના કારણે કોંગ્રેસ પક્ષને સીધો લાભ થઇ શકે છે.
તેમણે જણાવ્યું કે ચૂંટણી સહિંતા અનુસાર ચૂંટણી દરમિયાન આવી જાહેરાતો પ્રતિબંધિત હોય છે, જેના કારણે મતદાતાઓને પ્રભાવિત કરી શકાય. તેમણે જણાવ્યું કે આના કારણે રાજ્ય સરકારના અધિકારોનું અતિક્રમણ છે જેનો સાર્વજનિક વિતરણ પર અસર પડી શકે છે.












Click it and Unblock the Notifications
