'કોંગ્રેસને હરાવવા ભાજપને નવા મિત્રની જરૂર'

advani
નવી દિલ્હી, 22 જૂનઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, નીતિશ કુમારની જેડીયુ સાથે ગઠબંધન તૂટવાતી દુઃખી છે. અડવાણીએ ગઠબંધનને મજબૂત બનાવવા પર જોર આપતા કહ્યું છે કે, કોંગ્રેસ વિરોધી દળોને જોડવા એ આજના રાજકારણની આવશ્યક્તા છે.

ડો. શ્યામ પ્રસાદ મુખરજીના 61માં બલિદાન દિવસ પર આયોજિત એક સમારોહ દરમિયાન અડવાણીએ કહ્યું કે, જો કોંગ્રેસને ચૂંટણીમાં હરાવવું હોય તો એનડીએને મજબૂત કરવું પડશે. ભાજપે અન્ય કોંગ્રેસ વિરોધી દળોને જોડવા પડશે.

ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વધતા કદથી અને તેનાથી નારાજ થઇને જેડીયુએ એનડીએ સાથે નાતો ખતમ કરવાના કરાણે અડવાણી નારાજ છે. અડવાણી ભાજપના નેતાને સલાહ આપી છે કે, તેમણે કોંગ્રેસ વિરુદ્ધ મજબૂત સ્થિતિમાં આવવા માટે પોતાના નવા સહયોગીઓની શોધ આદરવી પડશે, ત્યારે જ તે ચૂંટણીમાં કોંગ્રેસને ટક્કર આપી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X