For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં ભાજપની નક્સલીઓ સાથે સાંઠગાંઠ છે: કોંગ્રેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 મે: કોંગ્રેસે બુધવારે આરોપ લગાવ્યો હતો કે છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અને નક્સલીઓ વચ્ચે સાંઠગાંઠ છે. પાર્ટીએ મુખ્યમંત્રી રમણ સિંહને કોંગ્રેસના કાફલા પર થયેલા હુમલાને જોતાં પોતાના પદેથી રાજીનામું આપવા માટે માંગણી કરી હતી.

કોંગ્રેસના પ્રવક્તા ભક્ત ચરણદાસે કહ્યું હતું કે ભાજપ અને નક્સલી એક બીજાના હિતને સાધવા માટે સાથે મળીને કામ કરી રહ્યાં છે. ભાજપે અમારા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. પોતાના નિહિત સ્વાર્થોના કારણે તેમને મૌન સાધી રાખ્યું છે. પ્રવક્તાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ઘટનાની જવાબદારી લે અને પોતાના પદેથી રાજીનામું આપી દે.

chhattisgarh-attack

છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ પર નિશાન સાધતાં કોંગ્રેસ પ્રવક્તા ભક્ત ચરણ દાસે કહ્યું હતું કે શું આ સાચી વાત નથી કે રાજ્યની ગુપ્તચર એજન્સીની ખામીના કારણે કોંગ્રેસ પરિવર્તન યાત્રાને સુરક્ષા પુરી પાડવામાં ન આવી. ભક્ત ચરણ દાસે કહ્યું હતું કે મુખ્યમંત્રી સમજે છે કે પોલીસ કમિશ્નર, આઇજી અને કલેક્ટર પર કાર્યવાહી કરવાથી તે પોતાની પોતાની જવાબદારીમાંથી મુક્ત થઇ જાય છે.

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે જો એવું હોય તો રાજ્યની ઇન્ટેલિજન્સના પ્રમુખ વિરૂદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ન આવી જે મુખ્યમંત્રીના વિશ્વાસું અધિકારી છે? શું એ સાચી વાત નથી કે પ્રદેશના ગૃહમંત્રી પાસે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર નથી કારણ કે ગૃહ મંત્રાલયને રમણ સિંહ રાજ્યની ઇન્ટેલિજન્સના પ્રમુખ સાથે મળીને ચલાવી રહ્યાં છે.

તેમને પૂછવામાં આવ્યું હતું કે શું છત્તીસગઢમાં ભાજપ અને માઓવાદી વચ્ચે મિલીભગતને લઇને કોંગ્રેસ ગંભીર આરોપ લગાવી રહ્યું નથી તો તેમને કહ્યું હતું કે અમારા આરોપોમાં દમ છે અને અમે પુરી તાકાત સાથે તેમના પર આરોપ લગાવી રહ્યાં છે.

English summary
The Congress Wednesday accused the BJP and the Maoists of being hand in glove in Chhattisgarh and asked Chief Minister Raman Singh should own responsibility for the incident and resign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X