• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોકસભા ચૂંટણીમાં ભાજપનું મિશન સફળ કરશે 'ઇન્ડિયા272+'

By Kumar Dushyant
|

ગાંધીનગર, 9 જુલાઇ: ભારતીય રાજકારણમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી જ એકમાત્ર એવા નેતા છે જે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આટલું જ નહી સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીના પ્રચાર માટે નરેન્દ્ર મોદીએ પહેલાંથી એક ટીમ બનાવી છે જેનું નેતૃત્વ પીયુષ ગોયલ કરશે. પીયુષ ગોયલના નેતૃત્વવાળી ટીમ ચૂંટણી પ્રચારમાં ટેક્નોલોજીની ભૂમિકા કયા પ્રકારે આના પર ફોકસ કરશે. સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખતા જે ટીમ અથવા કમિટી તૈયાર કરવામાં આવી છે તેને ઇઆઇસીસીનું નામ આપવામાં આવ્યું છે જેને રાજધાની દિલ્હીથી લોન્ચ કરવામાં આવી.

સોશિયલ મીડિયાની લોકતાંત્રિક પ્રક્રિયામાં કેન્દ્રિય ભૂમિકા પર ટિપ્પણી કરતાં નરેન્દ્ર મોદીએ એએનઆઇને આપેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે 'મારું માનવું છે કે સોશિયલ મીડિયા ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. ખાસ કરીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે. હું તાજેતરમાં જ પુણેના ફાગ્ર્યુસન કોલેજમાં વિદ્યાર્થીઓને મળ્યો. મને એ જોઇને ખૂબ જ સુખદ આશ્વર્ય થયો કે મારા ભાષણ સંબંધી મારા તરફથી માંગવામાં આવેલા સૂચનો પર યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સૂચનો મોકલ્યા. હું એ જણાવતાં આનંદ અનુભવું છું કે ભાજપ સોશિયલ મીડિયાની તાકાતને સમજે છે. તેને એ વાત પર વિશ્વાસ છે કે ભારતને વધુ બનાવવા માટે તેના માધ્યમની મુખ્ય ભૂમિકા રહેશે.

સોશિયલ મીડિયાએ લોન્ચને ઘણું મહત્વ આપ્યું છે. રેડિફને આપેલા એક ઇન્ટરવ્યુંમાં પીયૂષ ગોયલે ઇઆઇસીસી અંગે કહ્યું હતું દેશમાં હાલ લગભગ સાત કરોડ યુવા મતદારો છે. અમારું મિશન 272+નું લક્ષ્ય છે કે આ યુવાનોને વોટર બનાવવામાં આવે. તેમને ભાજપની નિતિઓ અંગે જાણકારી આપવામાં આવે. આ સાથે જ તેમને મતદાનના દિવસે પોતાના મતાધિકારીના ઉપયોગ કરવાની બાબત સમજાવવામાં આવે. મિશન272+ના મહત્વ અંગે પીયૂષ ગોયલનું કહેવું છે, ભાજપાની ઇચ્છા છે કે તે યુવાનોની યૂપીએ સરકારના ભ્રષ્ટાચાર અને ખરાબ વહિવટને લઇને નારાજગીને પોતાના પક્ષમાં રાખશે.

ભાજપાના જે મિશન272+ કેમ્પેનનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે, તે વેબસાઇટનું એડ્રેસ છે- http://www.india272.com. પીયૂષ ગોયલે રેડિફ સાથેની ખાસ વાતચીતમાં કાર્યકર્તાઓને ચૂંટણીરૂપી રણભૂમિ માટે તૈયાર કરવા વિશે પણ વિસ્તારપૂર્વક જણાવ્યું હતું સૌથી પહેલાં તો ભાજપ દસ હજાર સ્વયંસેવકો (વોલેન્ટીઅર)ને પોતાની સાથે જોડવાની ઇચ્છા રાખી છે. આ મહિના અંત સુધી એકલાખ ઓનલાઇન સ્વંયસેવકોને જોડવામાં આવશે.

આ સંખ્યા ચૂંટણી નજીક આવતાંની સાથે વધતી જશે. આ સ્વંસેવકોને તૈયાર કરવા માટે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમાં સ્વંયસેવકોને પાર્ટીના કાર્યક્રમો અને વિચારો અંગે તૈયાર કરવામાં આવશે. તેમાં જ તેમને સમજાવવામાં આવશે કે મતદારો પાસે પહોંચવા માટે તે ટેક્નોલોજીનો ઉપયોગ કઇ રીતે કરે. આ અભિયાનના કેન્દ્રમાં તો કાર્યકર્તાઓ જ રહેશે, પરંતુ તેમને ટેક્નોલોજીનું મહત્વ સમજાવવામાં આવશે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે તેમની પાર્ટીની પાસે મતદારો સુધી પહોંચવા માટે જરૂરી ટેક્નોલોજી ઉપલબ્ધ છે.

india-272

ઉદાહરણ તરીકે તેમની ટીમ પાસે દરેક મતદાર અને તેમના પરિવારની માહિતી છે. ઇન્ડિયા272+ વેબસાઇટનું એક સેક્શન સ્વયંસેવકોને સંપૂર્ણ રીતે સમર્પિત છે. તેનું એડ્રેસ છે- http://volunteer.india272.com. ઇન્ડિયા 272+ વેબસાઇટમાં પોસ્ટ કરવામાં આવેલા બ્લોગ વિશે ઉદ્યમી રાજેશ જૈને કહ્યું હતું કે આ મિશનનું લક્ષ્ય એ પણ છે કે જેનાથી સ્વંયસેવકોને બૂથ મેનેજમેન્ટની સાથે-સાથે મતદારોને પાર્ટીના હકમાં તૈયાર કરવા સંબંધી તૈયાર કરવામાં આવશે.

આ દરમિયાન નરેન્દ્ર મોદીની આગામી 11 ઓગષ્ટ, 2013ના રોજ હૈદ્રાબાદમાં યોજાનારી સભાને ઇન્ડિયા272+ જોરદાર કવરેજ મળી રહ્યું છે. પ્રત્યન કરવામાં આવી રહ્યો છે કે આ સભા સાથે જોડાયેલા પાસાઓને જનતા સમક્ષ રાખવામાં આવે. ઉદાહરણ તરીકે મુસલમાન સ્ત્રીઓ નરેન્દ્ર મોદીની સભાને લઇને હસ્તાક્ષર અભિયાન ચલાવી રહી છે. આ પ્રકારે વરિષ્ઠ નાગરિક પણ સભાને લઇને ઘણા ઉત્સાહિત છે. તેમાં 85 વર્ષના વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. પ્રમુખ તેલૂગૂ સમાચાર ઇનાડૂએ પણ 272+ને કવરેજ આપ્યું. તેને વિસ્તારપૂર્વક લખ્યું કે કઇ રીતે આ વેબસાઇટ મજબૂત કામ કરી રહી છે.

હવે જોવાનું એ રહ્યું કે નવી ટેક્નોલોજીથી ભરપૂર આ માધ્યમના ફળસ્વરૂપ ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા 272+ સીટો પર કબજો મેળવી બહુમત મેળવશે. અને જતાં જતાં નરેન્દ્ર મોદીનું ટેક્નોલોજી સૂચન જાણી લઇશ: '' મારું માનવું છે કે ચૂંટણી અભિયાન અને કેમ્પેન આવતા જતાં રહે છે. પરંતુ આપણું મિશન એ રહેવું જોઇએ આપણા લોકતંત્રમાં સ્વસ્થ ચર્ચાને સ્થાન મળે. આપણું લોકતંત્ર યુવાનો આશાઓ અને આકાંક્ષાને જવાબદેહ રહે.

lok-sabha-home

English summary
The Mission for 272+ for the BJP under the Campaign stewardship of Narendra Modi now has a new home on the newly launched website - http://www.india272.com

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more