ભાજપા વિધાયક દીકરી સાક્ષીના લગ્ન કોની સાથે કરાવવા માંગતા હતા?

ભાજપના વિધાયક રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતુલુએ તેમની પુત્રી માટે ઘણા સપના સેવી રાખ્યા હતા.

ભાજપના વિધાયક રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતુલુએ તેમની પુત્રી માટે ઘણા સપના સેવી રાખ્યા હતા. તેઓ આઈએએસ અધિકારી સાથે તેમની દીકરી સાક્ષીના સાથે લગ્ન કરાવવા માંગતા હતા. સાક્ષી મિશ્રા ઘ્વારા જાતે આ વાત સ્વીકારી છે. ટીવી ચેનલ પરની મુલાકાત દરમિયાન, સાક્ષીએ કહ્યું કે તેના પિતા અને માતા આ વર્ષે જુલાઈ 2 ના રોજ આ બાબતે લખનવ ગયા હતા. રાજેશ મિશ્રા ઘ્વારા ત્યારે લખનવ જવા અંગે બધાને કહ્યું હતું કે તેઓ મમ્મીને ડોક્ટર પાસે બતાવવા લઇ જાય છે.

ત્રણ જુલાઈ દરમિયાન સાક્ષી ઘરેથી ભાગી હતી

ત્રણ જુલાઈ દરમિયાન સાક્ષી ઘરેથી ભાગી હતી

સાક્ષી મિશ્રાના કહેવા પ્રમાણે, લગ્ન અંગે સાંભળીને તેણે નિર્ણય કર્યો કે તેને ઘરમાંથી બહાર નીકળવું પડશે. આ પછી તેને અજીતેશ સાથે વાત કરી અને ત્રણ જુલાઇએ સાંજે 4 વાગ્યે ઘરથી નીકળી ગઈ. 4 જુલાઈના રોજ, બંનેએ પ્રયાગરાજના રામ જાનકી મંદિરમાં લગ્ન કર્યાં હતાં.

જીવનો ખતરો જણાવીને વીડિયો શેર કર્યો

જીવનો ખતરો જણાવીને વીડિયો શેર કર્યો

સાક્ષી અને અજિતેશે ઘ્વારા હત્યાનો ડર વ્યક્ત કરતો બે વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. સાક્ષીએ તેના પિતા અને ભાઈના લોકો ઘ્વારા તેમના જીવનને જોખમ છે તેવો ભય વ્યક્ત કર્યો છે. આ પછી, તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુરક્ષા પર અરજી દાખલ કરી. આ અરજી પર 15 જુલાઈએ સુનાવણી થશે.

રાજેશ મિશ્રાએ વિરોધની આશંકા વ્યક્ત કરી છે

રાજેશ મિશ્રાએ વિરોધની આશંકા વ્યક્ત કરી છે

દીકરી સાક્ષીનો વીડિયો સામે આવ્યા પછી, ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાએ કહ્યું હતું કે તેમની પુત્રી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે, તે એક બાળક છે, તેને તેના જીવન વિશે નિર્ણયો લેવાનો અધિકાર છે. મેં કોઈને ધમકી આપી નથી. તેણે કહ્યું કે યુવક મારી પુત્રી કરતાં 9 વર્ષ ઉંમરમાં મોટો છે, તેથી હું તેની ચિંતા કરતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X