For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP સાંસદ મહંત ચાંદનાથનું નિધન, PMએ શોક વ્યક્ત કર્યો

ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન, અલવરની બેઠક પરથી સાંસદ એવા, 61 વર્ષીય મહંત ચાંદનાથનું દિલ્હીની અપોલો હોસ્પિટલ ખાતે નિધન થયું હતું.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન, અલવરની બેઠક પરથી સાંસદ એવા, 61 વર્ષીય મહંત ચાંદનાથનું દિલ્હીની અપોલો હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. શનિવારે રાત્રે 12 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમના મૃત્યુ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વસુંધરા રાજે અને નાથ સંપ્રાદય સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. મહંત ચાંદનાથના મૃત્યુના શોકનું પાલન કરતાં પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવેલ તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.

mahant chandnath

પીએમ મોદીએ ટ્વીટ કરી મહંત ચાંદનાથના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો, તેમણે લખ્યું કે, પોતાના સમાજિક કાર્યોને કારણે મહંત ચાંદનાથને હંમેશા યાદ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. અલવરના સાંસદ મહંત ચાંદનાથનો અંતિમ સંસ્કાર કાર્યક્રમ રવિવારે સાંજે 4 વાગે રાખવામાં આવ્યો છે.

મહંત ચાંદનાથ વિશે...

  • મંહત ચાંદનાથનો જન્મ 21 જૂન, 1956ના રોજ દિલ્હીના બેગમપુરમાં થયો હતો.
  • તેમણે દિલ્હીની હિંદુ કોલેજમાંથી બીએ ઑનર્સનો અભ્યાસ કર્યા બાદ ડૉક્ટરેટની ડિગ્રી પણ લીધી હતી.
  • મહંત ચાંદનાથ 18 વર્ષની ઉંમરે જ સાધુ બની ગયા હતા.
  • 2014ની લોકસભા ચૂંટણીમાં મહંત ચાંદનાથે રાજસ્થાનની અલવર બેઠક પરથી ચૂંટણી જીતી હતી.
English summary
Bharatiya Janata Party (BJP) MP from Alwar Mahant Chandnath passed away at a hospital in New Delhi on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X