બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક, સૌની નજર મોદી પર
નવી દિલ્હી, 1 માર્ચ: ભારતીય જનતા પાર્ટી દિલ્હી ખાતે આજે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી અને પરિષદની બેઠક યોજાવાની છે. જેમાં આવનાર સામાન્ય ચૂંટણીને વિકલ્પના રૂપે રજૂ કરવાની રણનીતિ વિકસિત કરવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.
બીજેપી પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બંધ બારણે કરશે. રાષ્ટ્રીય પરિષદની બે દિવસીય બેઠક શનિવાર અને રવિવારે યોજાશે, જેમાં દેશભરના પરિષદના સભ્યો ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં એ અંગે પણ ચર્ચા કરવામાં આવશે કે આર્થિક અને સુરક્ષાના સ્તરે સરકારની નિષ્ફળતાને કઇ રીતે લોકોની સામે લાવવામાં આવે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સમ્મેલન બાદ કેન્દ્રીય પદાધિકારીઓની વરણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રીય સંસદીય બોર્ડમાં સામેલ કરવા જેવા મહત્વના નિર્ણય લેવાઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે બેઠકમાં અનૌપચારિકરીતે ચર્ચા થઇ શકે છે. રાષ્ટ્રીય કાર્યકારિણી અને પરિષદના ક્રમશ: ચાર અને નવ સત્ર રહેશે. 'બીજેપી સુશાસન સંકલ્પ, બીજેપી વિકલ્પ'ની સાથે આગામી ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે.












Click it and Unblock the Notifications
