For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરજકુંડમાં ભાજપની ત્રિદિવસીય કારોબારી અધિવેશન શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitin gadkari
હરિયાણા, 26 સપ્ટેમ્બર: આજથી હરિયાણાના સૂરજકુંડમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી ત્રિદિવસીય અધિવેશનો પ્રારંભ થઇ ગયો છે. અધિવેશનને ધ્યાનમાં રાખતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જો કે અધિવેશન શરૂ થવાના એક દિવસ પહેલાં કેટલાક અજાણ્યા શખ્સોએ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, મુખ્તાર અબ્બાસ નકવી અને ગોપીનાથ મુંડેના પોસ્ટર ફાડી નાખ્યાં હતાં. આ મુદ્દે ભાજપના નેતાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મંગળવારથી પાર્ટીના અધિવેશનમાં પધારવાની શરૂઆત થઇ ગઇ છે.

આ રાષ્ટ્રીય કારોબારી અધિવેશનમાં ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરીના સતત બીજા કાર્યકાળને મંજૂરી આપવામાં આવશે. થોડાં દિવસો પહેલાં મુંબઇમાં યોજાયેલા એક સંમેલનમાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીએ પ્રસ્તાવ રજૂ કરી નિતિન ગડકરીને સતત બીજી વખત કાર્યકાળ સોંપવાની મંજૂરી આપી હતી.

ડિસેમ્બરમાં પાર્ટી અધ્યક્ષ તરીકે ગડકરીનો કાર્યકાળ પૂર્ણ થાય છે ત્યારબાદ તે બીજા કાર્યકાળ માટે ચાલુ રહી શકે છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદ અહીં ઔપચારિક રીતે પ્રસ્તાવ રજૂ કરીને ગડકરીના બીજા કાર્યકાળ માટે રસ્તો સાફ કરી દેશે. રાષ્ટ્રિય પરિષદમાં 1200 સભ્યો છે.

આ રાષ્ટ્રીય કારોબારી અધિવેશનમાં નીતિન ગડકરી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે. બીજી તરફ રાજસ્થાન સરકારે આરએસએસની બેઠકમાં જનારા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીનું ફરમાન જાહેર કર્યું છે. જોકે ભાજપના સુષ્મા સ્વરાજની તબિયતના ખરાબ હોવાને કારણે તે અધિવેશનમાં ભાગ લઇ શકશે નહીં.
રાષ્ટ્રીય કારોબારીના ત્રિદિવસીય અધિવેશનમાં ભાજપ આગળની રણનીતિ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરાશે.

English summary
The Bharatiya Janata Party (BJP) will hold its national executive meeting here on Wednesday where it is expected to formulate its strategy on the current political and economic situation in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X