For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શા માટે 'આપ'ની માન્યતા થઇ શકે છે રદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જૂન: આમ આદમી પાર્ટી હવે નવા કાનૂની પેચમાં ફસાઇ ગઇ છે અને એટલું જ નહીં આ મામલો એટલો ગંભીર છે કે અરવિંગ કેજરીવાલની પાર્ટીની માન્યતા રદ્દ પણ થઇ શકે છે.

પાર્ટીની માન્યતા લેવા માટે દરેક પાર્ટીએ 100 લોકોના સોગંધનામા આપવાના હોય છે. શરત એ હોય છે કે તમામ 100 લોકો પાર્ટીના સભ્યો હોય અને કોઇ અન્ય પાર્ટી સાથે તેમનો કોઇ સંબંધ ના હોય. આમ આદમી પાર્ટી તરફથી જેના સોગંધનામા આપવામાં આવ્યા હતા, તેમાંથી બે એવા લોકો હતા જેઓ જનરાજ્ય પાર્ટીના સભ્ય હતા અને તેમણે રાજીનામુ આપ્યું ન્હોતું. જનરાજ્ય પાર્ટીએ આ મામલાને લઇને ચૂંટણી પંચ સામે ફરિયાદ દાખલ કરી છે અને આપનું સભ્યપદ રદ કરવાની અપીલ કરી છે.

aap
કોર્ટમાં પહોંચ્યો કેસ, ચૂંટણી પંચના પક્ષમાં કેસ
બીજી તરફ દિલ્હીની કોર્ટમાં તેને લઇને અપીલ પણ કરાઇ છે. કોર્ટે આ મામલામાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે અને દિલ્હીની પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસસ્ટેશનમાં એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. નિયમ અનુસાર કોઇપણ પાર્ટીની માન્યતા ત્યારે જ રદ્દ થઇ શકે છે જ્યારે આ સોગંધનામુ નકલી હોય અને આ મામલામાં અત્યાર સુધી આ કેસ ફીટ બેસે છે. કોર્ટે પણ આને છેતરપિંડીનો કેસ માની લીધો છે. આવામાં ચૂંટણી પંચનો પક્ષ મજબૂત દેખાઇ રહ્યો છે. જો માન્યતા રદ્દ કરવામાં આવી તો પાર્ટીના વિધાયક નિર્દળીય વિધાયક કહેવાશે.

ભાજપે કર્યો સંપર્ક, અમારી પાસે છે પૂરાવા: રાજેશ ગર્ગ
જ્યારે સરકાર ગઠન મુદ્દે હવાતિયા મારવાનું ચાલુ છે. આપ વિધાયક રાજેશ ગર્ગે ભાજપ પર તેમના વિધાયક તોડવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે ભાજપ તરફથી તેમને એપ્રોચ કરવામાં આવ્યા હતા અને આ વાતનો વીડિયો તેમની પાસે છે પુરાવા તરીકે છે. તેમણે જણાવ્યું કે તેમના વિધાયક કોઇપણ પરિસ્થિતિમાં તૂટશે નહીં. અત્રે નોંધનીય છે કે આજે ચાર વાગે કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં આપ વિધાયકોની બેઠક યોજાઇ હતી.

English summary
BJP offered us money to join it, claim 5 AAP MLAs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X