LIVE: નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા ચૂંટાયા

By Super
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મેઃ 16મી લોકસભામાં પૂર્ણ બહુમતિ મેળવ્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠક સંસદ ભવનમાં મળી રહી છે. આ બેઠકમાં ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કરશે. એક સાંસદ તરીકે પહેલીવાર નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. બેઠક શરૂ થઇ ગઇ છે અને ટૂંક સમયમાં બેઠકમાં તેમને નેતા તરીકે જાહેર કરવામાં આવશે. આ તકે ભાજપના અધ્યક્ષ અને લખનઉના સાંસદ રાજનાથ સિંહે બેઠકને સંબોધી હતી. જેમાં મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

1.48 pm
સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની બેઠક ચાલી રહી છે. જેમાં ભાજપની 29 સહયોગી પાર્ટીઓ આ બેઠકમાં હાજર છે. બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, ચંદ્રબાબુ નાયડુ, રામ વિલાસ પાસવાન સહિતના નેતાઓ હાજર રહ્યાં છે.

પાસવાનઃ દેશને મજબૂર નહીં, મજબૂત વડાપ્રધાન મળ્યા છે. મોદીના હાથણાં દેશ સુરક્ષિત છે.

નાયડૂઃ વિજય મેળવવા માટે મોદીએ ઘણી જ મહેનત કરી છે. મોદીના નેતૃત્વમાં દેશનું ભિવષ્ય ઉજ્જવળ રહેશે.

ઉદ્ધવ ઠાકરેઃ વિશ્વાસ નથી થતો કે સ્વપ્ન સાચું થયું છે. આજથી સારા દિવસની શરૂઆત થઇ છે. મહારાષ્ટ્ર અને શિવસેના મોદીની સાથે છે.

12.16 pm

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ સંસદીય દળના નેતા તરીકે ગુજરાતના લોકપ્રીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર કર્યા હતા. મુરલી મનોહર જોશીએ અડવાણી દ્વારા કરવામાં આવેલા મોદીના નામને સમર્થન કર્યું હતું. વૈંકયા નાયડૂ અને નીતિન ગડકરી અને સુષમા સ્વરાજે અડવાણી દ્વારા સૂચવેલા મોદીના નામને અનુમોદન આપ્યું હતું. કરિયા મુંડા, ગોપીનાથ મુંડે, રવિશંકર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવીએ અડવાણી દ્વારા જાહેર કરવામાં આવેલા નરેન્દ્ર મોદીના નામને અનુમોદન આપ્યું હતું. સંસદીય દળના સભ્યો દ્વારા મોદીના નામને અનુમોદન આપ્યા બાદ રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે જાહેર કર્યા છે.

નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા જાહેર કરવામાં આવ્યા બાદ ઉપસ્થિત સાંસદો તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ ફૂલોના ગુલદસ્તા આપી નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી છે.

નોંધનીય છેકે મોદી સંસદ ભવન પહોંચ્યા ત્યારે તેઓ ઘણા જ ભાવૂક થઇ ગયા હતા. સંસદ ભવનમાં જતા પહેલા નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની ધરતીએ માથુ ટેકવ્યું હતું. ત્યારબાદ તેમને ફૂલોના ગુલદસ્તા આપવામાં આવ્યા હતા. સ્વાગતવિધિ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી ભવનમાં ગયા હતા. જ્યાં નરેન્દ્ર મોદી પહેલીવાર આ સેન્ટ્રલ હોલમાં આવ્યા છે, તેઓ મુખ્યમંત્રી તરીકે પણ ક્યારેય આ ભવનમાં આવ્યા ન હોવાથી તેમનું બેન્ચ ખખડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

English summary
BJP Parliamentary meeting in the Central Hall of Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X