For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MeToo પર અમિત શાહનું મોટુ નિવેદનઃ ‘એમ જે અકબર પરના આરોપોની થશે તપાસ'

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. અમિત શાહે કહ્યુ છે કે એમજે અકબર પર લાગેલા આરોપીની તપાસ થશે.

|
Google Oneindia Gujarati News

દેશમાં ચાલી રહેલા #MeToo કેમ્પેઈન બાદ વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરની મુશ્કેલીઓ સતત વધતી જોવા મળી રહી છે. અમિત શાહે કહ્યુ છે કે એમજે અકબર પર લાગેલા આરોપીની તપાસ થશે. આ સાથે જ શાહે એ પણ કહ્યુ કે એ પણ જોવાનું રહેશે કે મંત્રી સામે લગાવાયેલા આરોપમાં કેટલી સચ્ચાઈ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં એમજે અકબર પર 4 મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે.

તે વ્યક્તિના પોસ્ટની સત્યતા તપાસવી પડશે જેણે આરોપ લગાવ્યા છે

તે વ્યક્તિના પોસ્ટની સત્યતા તપાસવી પડશે જેણે આરોપ લગાવ્યા છે

શુક્રવારે એમ જે અકબર લાગેલા આરોપો પર બોલતા અમિત શાહે કહ્યુ કે જોવુ પડશે કે આ સત્ય છે કે અસત્ય. અમારે એ વ્યક્તિની પોસ્ટની સત્યતા તપાસવી પડશે જેણે આ આરોપ લગાવ્યા છે. તમે મારો નામનો પણ ઉપયોગ કરીને ગમે તે લખી શકો છો. જો કે તેમણે તપાસની વાત પર કહ્યુ કે, ‘આના પર જરૂર વિચારીશુ. યૌન શોષણના આરોપથી ઘેરાયેલા એમ જે અકબર પર ભાજપના મોટા નેતાઓ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે.'

આ પણ વાંચોઃ હેવાનિયતની સજા! બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પરઆ પણ વાંચોઃ હેવાનિયતની સજા! બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પર

સોશિયલ મીડિયા પર અવિશ્વસનીય આરોપ લગાવવામાં આવી શકે છે

સોશિયલ મીડિયા પર અવિશ્વસનીય આરોપ લગાવવામાં આવી શકે છે

અમિત શાહે કહ્યુ કે સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં અવિશ્વસનીય આરોપ લગાવવામાં આવી શકે છે. પરંતુ તેમના આ નિવેદને ભાજપમાં એક ચર્ચા શરૂ કરવાનું કામ જરૂર કર્યુ છે. શાહે સ્પષ્ટ કર્યુ છે કે એમ જે અકબર પર લાગેલા આરોપો બાદ એક નકારાત્મક સંદેશ જઈ રહ્યો છે અને પાર્ટી આ અંગે ચિંતિત છે. વળી, કેન્દ્રીય સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેનું કહેવુ છે કે અકબરે રાજીનામુ આપવુ જોઈએ જો તેમની સામેના આરોપો સાચા સાબિત થાય તો. તેમણે કહ્યુ કે અકબરનો પક્ષ સાંભળવો પણ જરૂરી છે.

સરકારે ચાર સભ્યોની સમિતિની રચનાનો કર્યો આદેશ

સરકારે ચાર સભ્યોની સમિતિની રચનાનો કર્યો આદેશ

અમિત શાહનું આ નિવેદન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના #MeToo અભિયાનને સમર્થન આપ્યા બાદ આવ્યુ છે. આ મુદ્દે મોદી સરકારના મંત્રી ઘેરાયા બાદ ભાજપ તરફથી કોઈ પણ મોટા નેતા નિવેદન આપવાથી બચી રહ્યા હતા. વળી, વિપક્ષી રાજકીય દળ એમ જે અકબરના રાજીનામાની માંગ કરી રહ્યા છે. શુક્રવારે આ વિશે કેન્દ્રીય મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ કહ્યુ કે, આ સમિતિમાં સેવાનિવૃત્ત જજો અને કાનૂની બાબતોના વિશેષજ્ઞોને શામેલ કરવામાં આવશે. આ સમિતિ આરોપોની તપાસ કરશે અને બાદમાં આના પર સુનાવણી પણ કરશે.

આ પણ વાંચોઃ સર્વેઃ દેશના 67% લોકોને મોદી સરકારમાં ભરોસો, 44% લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્તઆ પણ વાંચોઃ સર્વેઃ દેશના 67% લોકોને મોદી સરકારમાં ભરોસો, 44% લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્ત

English summary
bjp president Amit Shah speaks on Me Too, says will look into allegations against MJ Akbar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X