For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકાતામાં ભાજપનું વિરોધ પ્રદર્શન, પોલીસે લાઠીચાર્જ કર્યો

પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક હિંસાઓ અટકી નથી રહી. લોકસભા ચૂંટણી પછી ભાજપ અને ટીએમસી વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક હિંસાઓ અટકી નથી રહી. લોકસભા ચૂંટણી પછી ભાજપ અને ટીએમસી વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન માલદામાં બે દિવસથી ગાયબ ભાજપા કાર્યકર્તાની લાશ મળવા પર હડકંપ મચી ગયો છે. ભાજપા કાર્યકર્તા અનિલ સિંહની લાશ ઇંગ્લિશ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાધાપુરાકમાં મળી છે. આશિષની આવી લાશ મળવાને કારણે સ્થાનીય ભાજપા કાર્યકર્તાઓમાં ગુસ્સો છે.

આ પણ વાંચો: TMC ગુંડાઓએ ચાર ભાજપા કાર્યકર્તાઓની હત્યા કરી નાખી

માલદામાં ભાજપા કાર્યકર્તાની લાશ મળી આવી

માલદામાં ભાજપા કાર્યકર્તાની લાશ મળી આવી

આશિષની લાશ મળ્યા પછી ભાજપા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરુ કરી દીધું. સેંકડો કાર્યકર્તાઓએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો અને મમતા સરકાર સામે નારેબાજી કરી. આશિષની હત્યાની આશઁકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપા કાર્યકર્તાઓની લાશ મળ્યા પછી આખા વિસ્તારમાં તણાવ છે.

કોલકાતામાં પોલીસે ભાજપા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો

કોલકાતામાં પોલીસે બિપિન બિહારી ગાંગુલી સ્ટ્રીટ પર પ્રદર્શન કરી રહેલા ભાજપા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો. ભાજપા કાર્યકર્તાઓ મમતા સરકાર વિરુદ્ધ લાલ બજાર વિસ્તારમાં માર્ચ કાઢી રહ્યા હતા. ભાજપા કાર્યકર્તાઓને રોકવા માટે પોલીસે આંસુ ગેસ પણ છોડ્યો. તેની સાથે સાથે પાણીની તેઝ માર સાથે તેમને રોકવાની કોશિશ કરી.

ભાજપનું મમતા સરકાર સામે વિરોધ પ્રદર્શન

24 ઉત્તર પરગણામાં થયેલી હત્યાઓ પછી હવે છેલ્લા બે દિવસથી લાપતા આશિષ સિંહની માલદામાં લાશ મળવાને કારણે ભાજપા કાર્યકર્તાઓની નારાજગી વધી ગઈ છે અને તેમને મમતા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. લોકસભા ચૂંટણી સમયે જ ભાજપ અને ટીએમસી વચ્ચે ઘર્ષણ વધી ગયું હતું. બંને પાર્ટીના નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.

English summary
BJP protests in Kolkata after BJP worker Anil Singh body found in malda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X